UP Election: સપા કાર્યાલય પર અખિલેશની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા, FIR દાખલ

ચૂંટણી પંચે લખનઉમાં સપાના મુખ્યાલયમાં સદસ્યતા સમારોહ દરમિયાન હજારો કાર્યકરોની ભીડને ધ્યાનમાં લીધી છે. ચૂંટણી પંચ દ્વારા લોકોના એકઠા થવા અને કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ હોવા છતાં, અખિલેશે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

UP Election: સપા કાર્યાલય પર અખિલેશની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા, FIR દાખલ

લખનઉઃ સમાજવાદી પાર્ટી  (samajwadi party) મુખ્યાલય પર મંજૂરી વગર આયોજીત કરવામાં આવેલી રેલીને લઈને લખનઉ પોલીસે ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. જાણકારી પ્રમાણે આ રેલીને અખિલેશ યાદવના (akhilesh yadav) નેતૃત્વમાં ડિજિટલ રેલી ગણાવીને આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સ્વામી પ્રસાદ મૌર્ય (swami prasad maurya) સહિત ભાજપ છોડનાર અન્ય ધારાસભ્ય મંત્રી સપામાં સામેલ થયા હતા. 

સપા કાર્યાલય પર આયોજીત આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેની જાણકારી મળ્યા બાદ લખનઉ જિલ્લા તંત્ર અને ચૂંટણી મંચે મામલાને ગંભીરતાથી લીધો છે. લખનઉના ડીએમ અને જિલ્લા ચૂંટણી અધિકારી અભિષેક પ્રકાશે જણાવ્યુ કે, સમાજવાદી પાર્ટીની આ રેલીનું આયોજન મંજુરી વગર કરવામાં આવ્યું હતું. સપા કાર્યાલય પર તપાસ માટે લખનઉ પોલીસની એક ટીમ મોકલવામાં આવી. તો મામલામાં લખનઉના પોલીસ કમિશનર ડીકે ઠાકુરે જણાવ્યુ કે, કલમ 144ના ઉલ્લંઘન અને મહામારી એક્ટ હેઠળ ગૌતમપલ્લીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સપા પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ સહિત તમામ મોટા હાજર રહ્યાં હતા. 

ભીડ વચ્ચે અખિલેશે કહ્યુ કે, નિયમોનું પાલન કરીશું
ભાજપથી સપામાં આવેલા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવવા માટે સપા કાર્યાલય પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેને સપાએ ડિજિટલ રેલીનું નામ આપ્યું હતું. પરંતુ આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અહીં કોવિડના નિયમોનું પાલન કરવામાં આવ્યું. તો ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી કોઈ પ્રકારની રેલી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અખિલેશ યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, કોઈએ આ પ્રકારની ચૂંટણી વિશે વિચાર્યુ નહોતું. આપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરીશું. ડિજિટલ રેલીઓના માધ્યમથી લોકો સુધી પહોંચીશું. 

ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે
થોડા દિવસો પહેલા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ રાજ્યમાં રેલી અને રોડ શોની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત જાહેર સ્થળોએ શેરી સભાનું પણ આયોજન કરી શકાશે નહીં. સાયકલ રેલી અને બાઇક રેલી અને પદયાત્રા જેવી વસ્તુઓ પર પણ પ્રતિબંધ રહેશે. રાત્રે 8 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી પંચે ચૂંટણી પક્ષોને વધુને વધુ વર્ચ્યુઅલ રેલીઓ અથવા ડિજિટલ રેલીઓ પર આગ્રહ રાખવા જણાવ્યું હતું. આ તમામ પ્રતિબંધો 15 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news