નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી વિશ્વ વિદ્યાલય (ડીયૂ)ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર યોગેશ ત્યારીને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે. સાથે રાષ્ટ્રપતિએ ડીયૂમાં વહીવટી અનિયમિતતાઓને લઈને યોગેશ ત્યાગી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વહીવટી સ્તર પર અનિયમિતતાઓના મામલામાં રાષ્ટ્રપતિ પાસે યોગેશ ત્યાગી વિરુદ્ધ તપાસની મંજૂરી માગી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ આ મામલામાં તપાસની મંજૂરી આપી છે પ્રોફેસર યોગેશ ત્યાગી 10 માર્ચ 2016થી દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં વાઇસ ચાન્સેલરનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. 


જાણવા મળ્યું કે વાઇસ ચાન્સેલર વિરુદ્ધ વહીવટી અનિયમિતતાઓની ફરિયાદોને લઈને શિક્ષણ મંત્રીએ આ મામલામાં તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ શિક્ષણ મંત્રીએ યોગેશ ત્યાગી વિરુદ્ધ ફરિયાદોની તપાસ માટે રાષ્ટ્રપતિની મંજૂરી માગી હતી. 


બિહાર ચૂંટણીમાં પાકની એન્ટ્રી- યોગીએ કહ્યુ, મોદીએ ખરાબ કરી દીધી ઇમરાન ખાનની ઉંઘ


શિક્ષણ મંત્રાલય તરફતી જારી કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેસર યોગેશ ત્યારી પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા. તેમણે વાઇસ ચાન્સેલરના રૂપમાં પોતાના કર્તવ્યોનું પાલન યોગ્ય રીતે કર્યું નથી. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મુખ્ય પદ ખાલી રહ્યાં. આ ખાલી પદોને મંત્રાલયના સ્પષ્ટ મેસેજ છતાં તેને ભરવામાં આવ્યા નહીં. પત્રમાં કહેવામાં આવ્યું કે શિક્ષણ મંત્રી અને ઉચ્ચ શિક્ષણ સચિવની સાથે ઘણી બેઠકો છતાં આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube