નવી દિલ્હીઃ દેશમાં 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈ એટલે કે સોમવારે લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં એક તરફ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે તો બીજીતરફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા છે. રાજકીય પાર્ટીના સમર્થન અને તેનાથી બનનાર આંકડાના ગણિતની વાત કરીએ તો એનડીએ ઉમેદવારની જીત પાક્કી છે. દ્રોપદી મુર્મૂના સમર્થનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં 60 ટકાથી વધુ મત પડવાની આશા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે 18 જુલાઈએ મતદાન થયા બાદ કાઉન્ટિંગ 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનડીએ ઉમેદવારને છે આ પાર્ટીઓનું સમર્થન
નોંધનીય છે કે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને બીજુ જનતા દળ, વાઈએસઆર કોંગ્રેસ, બહુજન સમાજવાદી પાર્ટી, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK), જેડીએસ, તેલુગુ દેશમ પાર્ટી, શિરોમણિ અકાલી દળ, શિવસેના અને ઝારખંડ મુક્તિ મોર્ચા જેવા દળોનું સમર્થન મળ્યું છે. એનડીએ ઉમેદવારની પાસે અત્યાર સુધી કુલ 10,86,431 મતોમાંથી 6.67 લાખથી વધુ મત છે. 


દરેક રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય છે અલગ
મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલગ-અલગ રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યોમાંથી દરેકના મતનું મૂલ્ય 208 છે, એટલે કે તેના કુલ મતનું મૂલ્ય 83824 છે. તો તમિલનાડુ અને ઝારખંડના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 176 છે. મહારાષ્ટ્રનું 175, બિહારના 173 અને આંધ્ર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 159 છે. 


આ પણ વાંચોઃ Watch Video: રુદ્રપ્રયાગમાં ભયંકર લેન્ડસ્લાઈડ, વીડિયો જોઈને હચમચી જશો, જુઓ કેવી રીતે લોકોએ જીવ બચાવ્યા


આ રાજ્યોના મતનું મૂલ્ય છે ઓછુ
ઉલ્લેખનીય છે કે નાના રાજ્યોમાં સિક્કિમમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 7 છે. તો મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં 8-8, નાગાલેન્ડમાં 9, મેઘાલયનું 17, મણિપુરનું 18 અને ગોવાનું મત મૂલ્ય 20 છે.


ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન દરમિયાન સાંસદો અને ધારાસભ્યોને અલગ-અલગ રંગના મતપત્ર આપવામાં આવશે. જ્યાં સાંસદોને લીલા અને ધારાસભ્યોને ગુલાબી કલરના મતપત્રો મળશે. આવું એટલા માટે કરવામાં આવશે જેથી ચૂંટણી અધિકારીઓને મતની ગણના કરવામાં સરળતા રહે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube