Watch Video: રુદ્રપ્રયાગમાં ભયંકર લેન્ડસ્લાઈડ, વીડિયો જોઈને હચમચી જશો, જુઓ કેવી રીતે લોકોએ જીવ બચાવ્યા

Heavy Landslide In Rudraprayag: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી લેન્ડસ્લાઈડનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. કાટમાળ પડતા જ બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Watch Video: રુદ્રપ્રયાગમાં ભયંકર લેન્ડસ્લાઈડ, વીડિયો જોઈને હચમચી જશો, જુઓ કેવી રીતે લોકોએ જીવ બચાવ્યા

Heavy Landslide In Rudraprayag: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી લેન્ડસ્લાઈડનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. કાટમાળ પડતા જ બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો ઘટનાસ્થળે હાજર લોકોએ બનાવ્યો. રુદ્રપ્રયાગ લેન્ડસ્લાઈડનો વીડિયો હચમચાવી નાખનારો છે. 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહાડથી જમીન ધસતા બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે પર પડવા લાગે છે અને લોકો બૂમો પાડતા પોતાના જીવ બચાવવામાં આમ તેમ ભાગે છે. જ્યારે કાટમાળ નીચે  પડે છે  ત્યારે ધૂળના ગોટેગોટાથી આકાશ છવાઈ જાય છે. થોડીવાર સુધી તો કઈ દેખાતું નથી. લેન્ડસ્લાઈડના કારણે બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે બંધ થઈ ગયો. જો કે લેન્ડસ્લાઈડ બાદ જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ. 

— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 17, 2022

અત્રે જણાવવાનું કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર લેન્ડસ્લાઈડની ઘટનાઓ ઘટી રહી છે. શનિવારે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં પહાડનો હિસ્સો તૂટીને બદ્રનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે પર અચાનક જઈ પડ્યો. રાહતની વાત એ હતી કે લેન્ડસ્લાઈડની આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઉપરાંત કોઈ ગાડીને પણ નુકસાન ન થયું. 

ગત 15 જુલાઈના રોજ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ લેન્ડસ્લાઈડ થયું હતું. લેન્ડસ્લાઈડ બાદ એક ચાલુ કાર પર પથ્થર પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું અને 3 ઘાયલ થયા. મૃતકની ઓળખ સોલનમાં રહેતા દેવાનંદ તરીકે થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news