Presidential Election Vote Counting 2022: દેશમાં નવા રાષ્ટ્રપતિ માટે હાલમાં ચૂંટણી થઈ જેનો આજે પરિણામનો દિવસ છે. આજે સવારે 11 વાગ્યાથી સંસદ ભવનમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં મતદાન માટે બનાવવામાં આવેલા ઈલેક્ટ્રોલર કોલેજના સભ્યોના મતનું કુલ મૂલ્ય 10,98,882 છે. દ્રૌપદી મૂર્મૂ અને યશવંત સિન્હામાંથી જે પણ ઉમેદવાર 5,49,442 મત મેળવશે તેઓ આ ચૂંટણી જીતી લેશે. નવા રાષ્ટ્રપતિને 25 જુલાઈના રોજ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી, બીજા રાઉન્ડનું પરિણામ સામે આવ્યું
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજા રાઉન્ડની મત ગણતરીનું પરિણામ સામે આવી ગયું છે. દ્રૌપદી મુર્મૂને 483299 મત મળ્યા છે. મુર્મૂને કુલ 1349 મત મળ્યા છે. જ્યારે યશવંત સિન્હાને કુલ 537 મત મળ્યા છે. 


સાંસદોના 540 મત મળ્યા
લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતોની ગણતરી પૂરી થઈ ગઈ છે. આ ગણતરી મુજબ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 208 મત મળ્યા અને 15 મત અમાન્ય ઠર્યા. દ્રૌપદી મુર્મૂને મળેલા મતોનું મૂલ્ય 3.78 લાખ થાય છે. જ્યારે યશવંત સિન્હાને મળેલા મતનું મૂલ્ય 1.45 લાખ થાય છે. 


ઓડિશાના પૈતૃક ગામમાં જશ્નનો માહોલ
બીજી બાજુ ઓડિશામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પહેલા જ જીતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. મયૂરભંજ જિલ્લામાં મુર્મૂના પૈતૃક ગાંમ રાયરંગપુરમાં રસ્તાઓ પર મુર્મૂના નામના પોસ્ટરો લાગેલા છે. જેમાં તેમના નામ પહેલા રાષ્ટ્રપતિ લખેલું છે. જ્યારે રાયરંગપુરના ગવર્મેન્ટ અપર પ્રાઈમરી સ્કૂલમાં ભણતા બાળકો અને સ્ટાફ પણ ખુબ ખુશ છે. દ્રૌપદી મુર્મૂએ આ જ શાળામાંથી પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધુ હતું. સ્કૂલના સ્ટાફનું કહેવું છે કે તેમના માટે ખુબ જ ગર્વની વાત છે કે તેમના ત્યાંના એક વિદ્યાર્થી હવે દેશના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. 


National Herald case: 'ઈન્દિરા ગાંધીની વહુ છું, કોઈનાથી ડરતી નથી', ED ઓફિસ પહોંચ્યા સોનિયા ગાંધી


શાળાના ટીચર રહી ચૂકેલા બિશ્વેસ્વર મોહંતી કહે છે કે મને ખુબ જ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કે તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતા. મને યાદ છે કે જ્યારે મે એકવાર બધા બાળકોને પૂછ્યું હતું કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે ત્યારે બધા બાળકોએ અલગ અલગ વાત કરી હતી પરંતુ મુર્મૂએ કહ્યું હતું કે તેઓ મોટા થઈને લોકોની સેવા કરવા માંગે છે. આજે દ્રૌપદી મુર્મૂ પોતાનું વચન પાળ્યું છે. 


Karnataka Ambulance Viral Video: ગાયને બચાવવામાં ટોલ પ્લાઝા નજીક પલટી ગઈ એમ્બ્યુલન્સ, 4ના મોત!, જુઓ વીડિયો


સંબંધીઓ પણ ખુશ
દ્રૌપદી મુર્મુના નવા રાષ્ટ્રપતિ બનવાની સંભાવનાઓથી તેમના ગામના લોકો અને સંબંધીઓમાં પણ ખુશીની લહેર છે. તેમના એક સંબંધી સરસ્વતીએ કહ્યું કે દ્રૌપદીએ સાબિત કર્યું છે કે મહિલાઓ બધુ કરી શકે છે. તેમના માટે કશું અશક્ય નથી. અન્ય સંબંધીઓ પણ આવા જ શબ્દો સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેઓ મુર્મૂના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના સ્વાગતની તૈયારીઓમાં લાગ્યા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube