નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 30મી મેના શપથ ગ્રહણ સમારોહમાં સત્તા પક્ષથી લઈને વિપક્ષના અનેક નેતાઓ હાજર રહ્યાં. પરંતુ એનસીપી અધ્યક્ષ શરદ પવારની ગેરહાજરી સૂચક રહી. ત્યારે મીડિયામાં એવા અહેવાલો હતાં કે તેમને પાછળની લાઈનમાં જગ્યા ફાળવવામાં આવી હતી જેના કારણે તેઓ આવ્યાં નહીં. પરંતુ હવે રાષ્ટ્રપતિ ભવને આ અંગે સ્પષ્ટતા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી ગુજરાતના આ શહેર વચ્ચે આગામી અઠવાડિયે થશે 'વંદે ભારત' જેવી ટ્રેનની ટ્રાયલ


નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પાંચમી લાઈનનો પાસ મળવાના કારણે શરદ પવારે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ સમારોહના બહિષ્કાર કર્યો હોવાના અહેવાલો હતા. પરંતુ રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે શરદ પવારના કાર્યાલયમાં કોઈએ 'V'નો અર્થ રોમન શબ્દ મુજબ 5મી હરોળ સમજી લીધો. આ ખોટી જાણકારીના કારણે પવાર સમારોહથી દૂર રહ્યાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...