રાષ્ટ્રપતિ કોવિંદ 1 વર્ષ સુધી 30 ટકા વેતન દાન કરશે, નવી કાર પણ નહીં ખરીદે
રાષ્ટ્રપતિ ભવને જારી એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે લિમોઝીન કાર ખરીદવાનો પ્રસ્તાવ પણ સ્થગિત કરી દીધો છે. હકીકતમાં, રામનાથ કોવિંદને આ વર્ષે એક બ્રાન્ડ-નવી લિમોસિન ખરીદવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ કોરોના સંકટને જોતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ભવને જાણકારી આપી છે કે રાષ્ટ્રપતિ પોતાનું એક મહિનાનું વેતન પીએમ કેર ફંડમાં આવી રહ્યા છે સાથે એક વર્ષ સુધી પોતાના વેતનના 30 ટકા દાન કરશે. આ સાથે અન્ય ઘણા પ્રસ્તાવો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નહીં ખરીદી નવી કાર
રાષ્ટ્રપતિ ભવને જારી એક નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ કોવિંદે લિમોઝીન કાર ખરીદવાનો પ્રસ્તાવ પણ સ્થગિત કરી દીધો છે. હકીકતમાં, રામનાથ કોવિંદને આ વર્ષે એક બ્રાન્ડ-નવી લિમોસિન ખરીદવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. કારણ કે અત્યાર સુધી તેઓ મર્સિડીઝ-બેન્જ એસ ક્લાસ (એસ 600) પુલમેન ગાર્ડના જૂના મોડલનો પ્રયોગ કરી રહ્યા છે. તેથી 2021 ગણતંત્ર દિવસની અવસર પર નવી લિમોઝીન કારથી તેમણે પરેટ પર આવવાનું હતુ પરંતુ કોરોના સંકટને જોતા તે રદ્દ કરી દેવામાં આવ્યુ છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓને ઓછો ખરચો અને બચેલા પૈસા કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં દાન કરવાનું કહેવામાં આવ્યું છે.
નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદની 10 મોટી વાતો, જાણો કોને શું મળ્યું
વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3722 કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 78003 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2549 પર પહોંચી ગયો છે. સંક્રમિતોની સંખ્યા 78 હજારની પાર થયા બદ ભારત 50 હજારથી વધુ સંક્રમિત આંકડા વાળા દેશોની યાદીમાં 12માં સ્થાને પહોંચી ગયો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube