નવી દિલ્હીઃ દેશના 72મો ગણતંત્ર દિવસ સમારોહ મંગળવારે ઉજવવામાં આવશે. કોરોના સંક્રમણ અને સરહદો પર ચીનના અતિક્રમણ વચ્ચે ઉજવવામાં આવી રહેલા ગણતંત્ર દિવસ (Republic Day 2021) માટે દેશની જનતાનો જુસ્સો આસમાને છે. રિપબ્લિક ડેની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ  (President) રામનાથ કોવિંદ (Ram Nath Kovind) દેશના નામે સંબોધન કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિએ કહ્યુ કે, દિવસ-રાત પરિશ્રમ કરતા કોરોના વાયરસને ડી-કોડ કરી તથા ખુબ ઓછા સમયમાં વેક્સિન વિકસિત કરી, આપણા વૈજ્ઞાનિકોએ માનવતાના કલ્યાણ હેતુ એક નવો ઈતિહાસ રચ્યો છે. 


રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યુ, 'બંધારણની ઉદ્દેશિકામાં રેખાંકિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના જીવન મૂલ્યો આપણા બધા માટે આદર્શ છે. તે આશા કરવામાં આવે છે કે માત્ર શાસનની જવાબદારી નિભાવતા લોકો જ નહીં, પરંતુ આપણે બધા સામાન્ય નાગરિક આ આદર્શોનું દ્રઢતા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીએ.'


તેમણે કહ્યું કે, બાલ ગંગાધર તિલક, લાલા લાજપત રાય, મહાત્મા ગાંધી અને સુભાષ ચંદ્ર બોઝ જેવા અનેક મહાન જન-નાયકો અને વિચારકોએ આપણા સ્વતંત્રતા સંગ્રામને પ્રેરિત કર્યો હતો. 


રાષ્ટ્રપતિએ કહ્યુ કે, માતૃભૂમિના સ્વર્ણિમ ભવિષ્યની તેમની કલ્પનાઓ, અલગ અલગ હતી પરંતુ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોએ તેમના સપનાને એક સૂત્રમાં બાંધવાનું કામ કર્યુ. 


કિસાનોની કરી પ્રશંસા
રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અંતરિક્ષથી લઈને ખેતર સુધી, શિક્ષણ સંસ્થાઓથી લઈને હોસ્પિટલો સુધી, વૈજ્ઞાનિક સમુદાયે આપણું જીવન અને કામકાજને સારૂ બનાવ્યું છે. 


દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનો વચ્ચે રાષ્ટ્રપતિએ કહ્યુ, 'વિપરીત પ્રાકૃતિક પરિસ્થિતિઓ, અનેક પડકારો અને કોવિડની આપદાઓ છતાં આપણા કિસાન ભાઈ-બહેનોએ કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી ન આવવા દીધી. આ આભારી દેશ આપણા અન્નદાતા કિસાનોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. 


ગલવાનનો પણ ઉલ્લેખ
રાષ્ટ્રપતિએ કહ્યુ કે, સિયાચિન તથા ગલવાન ઘાટીમાં માઇનસ 50થી 60 ડિગ્રી તાપમાનમાં, બધુ જમાવી દેતી ઠંડીમાં, જૈસલમેરમાં, 50 ડિગ્રી સેન્ટીગ્રેટ ઉપર તાપમાનમાં, સળગાવી દેતી ગરમીમાં- ધરતી, આકાશ અને વિશાળ સમુદ્ર ક્ષેત્રોમાં આપણી સેના ભારતની સુરક્ષાનું દાયિત્વ દરેક ક્ષણે નિભાવે છે. આપણા સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર બધા દેશવાસીઓને ગર્વ છે. 


કોરોના કાળ
રાષ્ટ્રપતિએ કહ્યુ કે, દિવસ-રાત પરિશ્રમ કરતા કોરોના વાયરસને ડી-કોડ કરી તથા ખુબ ઓછા સમયમાં વેક્સિન વિકસિત કરી, આપણા વૈજ્ઞાનિકોએ માનવતાના કલ્યાણ હેતુ એક નવો ઈતિહાસ રચ્યો છે. 


અર્થવ્યવસ્થા
કોવિંદે કહ્યુ, હાલમાં નોંધાયેલી જીએસટીની રેકોર્ડ વૃદ્ધિ અને વિદેશી રોકાણ માટે આકર્ષક અર્થવ્યવસ્થાના રૂપમાં ભારતનું ઉભરવુ, ઝડપથી થઈ રહેલી આપણી ઇકોનોમિક રિકવરીનું સૂચક છે. 


તેમણે કહ્યું, આપદાને અવસરમાં બદલતા, પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનનું આહ્વાન કર્યુ, આપણું જીવંત લોકતંત્ર, આપણા કર્મઠ તથા પ્રતિભાવાન દેશવાસી, વિશેષકરીને આપણી યુવા વસ્તી, આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા પ્રયાસોને ઉર્જા પ્રદાન કરી રહ્યાં છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube