નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, "73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સૌને મારા હાર્દિક અભિનંદન. ભારત માતાના તમામ બાળકો માટે 'સ્વતંત્રતા દિવસ' એક લાગણીશીલ દિવસ છે, આપણી આઝાદીના લડવૈયાઓના બલિદાન અને સંઘર્ષને ક્યારેય નહીં ભુલીએ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે તાજેતરમાં જે નિર્ણય લેવાયો છે તેનાથી ત્યાંના રહેવાસીઓને ઘણો જ ફાયદો થશે. 


ગાંધીજી આપણા માર્ગદર્શક છે
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, "ગાંધીજીનું માર્ગદર્શન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. તેમણે આપણા આજના ગંભીર પડકારોનો પહેલાથી જ અંદાજ કાઢ્યો હતો. ગાંધીજી માનતા હતા કે આપણે કદરતી સંસાધનોનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, જેથી વિકાસ અને સૃષ્ટિનું સંતુલન હંમેશાં જળવાઈ રહે."


રાષ્ટ્રપિત રામનાથ કોવિંદનું સંબોધન LIVE....


  • સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે બનાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદુપયોગ કરવાનો છે અને તેની સુરક્ષા કરવી આપણાં સૌની ફરજ છે. આ માળખાકિય સુવિધાઓ દરેક ભારતવાસીનું છે, આપણાં સૌનું છે, કેમ કે તે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. 

  • દરેક ઘરમાં શૌચાલય અને પાણી ઉપલબ્ધ કરાવવાનો સંપૂર્ણ ફાયદો ત્યારે જ મળશે જ્યારે આ સુવિધાઓના કારણે આપણી બહેન-દીકરીઓનું સશક્તિકરણ થાય અને તેમનું સન્માન વધે. 

  • સરકાર, લોકોની આશાઓ-આકાંક્ષાઓ પુરી કરવામાં તેમની મદદ માટે સારી પાયાની સુવિધાઓ અને સામર્થ્ય ઉપલબ્ધ કરાવી રહી છે. 


કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો 


  • મને એ વાતનો આનંદ છે કે સંસદના તાજેતરમાં સંપન્ન થયેલા સત્રમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની બેઠકો અત્યંત સફળ રહી છે. 

  • એ આપણાં સૌની જવાબદારી છે કે, આપણા ગૌરવશાળી દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંપૂર્ણ જુસ્સા સાથે, ખભે ખભો મિલાવીને કામ કરીએ. 

  • આ વર્ષ ઉનાળામાં તમામ દેશવાસીઓએ 17મી લોકસભા ચૂંટણીમાં ભાગ લઈને વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ ઉપલબ્ધી માટે તમામ મતદારો અભિનંદનને પાત્ર છે. 

  • મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે તાજેતરમાં જે પરિવર્તન કરવામાં આવ્યા છે, તેનાથી ત્યાંના રહેવાસીઓને વધુ ફાયદો થશે. 


 #SelfiewithTiranga : રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી ખેંચી સોશિયલ મીડિયા પર કરો પોસ્ટ, ZEE સાથે જોડાઓ 


  • જે મહાન પેઢીના લોકોએ આપણને આઝાદી અપાવી છે, તેમના માટે સ્વતંત્રતા માત્ર રાજકીય સત્તા પ્રાપ્ત કરવા સુધી મર્યાદિત ન હતી. તેમનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિના જીવન અને સમાજની વ્યવસ્થાને પણ સારી બનાવવાનો હતો. 

  • ગુરુનાનક દેવજીના તમામ અનુયાયીઓને પણ આ પાવન જયંતી વર્ષ માટે હું હાર્દિક શુભેચ્છા આપું છું. 

  • 2019નું આ વર્ષ, ગુરુનાનક દેવજીનું 550મું જયંતી વર્ષ પણ છે. તેઓ ભારતના સૌથી મહાન સંતોમાંના એક છે. 

  • વર્તમાનમાં ચાલી રહેલા અનેક પ્રયાસ ગાંધીજીના વિચારોને જ વાસ્તવિક સ્વરૂપ આપે છે. સૌર ઊર્જાના ઉપયોગને વધારવા પર ખાસ ભાર મુકવો પણ ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે. 

  • આપણે એ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાંતિકારીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ, જેમણે આપણને આઝાદી અપાવા માટે સંઘર્ષ, ત્યાગ અને બલિદાનના મહાન આદર્શ પ્રસ્તુત કર્યા છે. 

  • આજનો સ્વતંત્રતા દિવસ ભારત-માતાની તમામ સંતાનો માટે અત્યંત ખુશીનો દિવસ છે, પછી તે દેશમાં રહેતા હોય કે વિદેશમાં. 

  • 73મા સ્વતંત્રતા દિવસ પર હાર્દિક અભિનંદન.


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...