કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો

આ કાર્યક્રમનું આયોજન કરાચીની ડિફેન્સ હાઉસિંગ કોલોનીના એક આલિશાન બંગલા (23, બીચ અવેન્યુ, ફેઝ-3)માં કરાયું હતું. આ જગ્યાથી દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ અને તેના ખાસ સાથી છોટા શકીલનું ઘર વધુ દૂર નથી. 
 

કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો

મુંબઈઃ બોલિવૂડના ગાયક મીકા સિંહના કરાચીમાં થયેલા શો અંગે ભારતીય ગુપ્તચર એજન્સીઓને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. 8 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કરાચીમાં આયોજિત 'મીકા સિંહ નાઈટ' કાર્યક્રમમાં મહેમાનોની યાદીમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અનેક ઉચ્ચ અધિકારીઓ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સગા-સંબંધઓના નામ પણ હતા. 

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના કાકાના દિકરા અદનાન અસદે પોતાની દિકરીની મહેંદી રસમ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરાચીની ડિફેન્સ હાઉસિંગ કોલોનીના એક આલિશાન બંગલા (23, બીચ અવેન્યુ, ફેઝ-3)માં કરાયું હતું. આ જગ્યાથી દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ અને તેના ખાસ સાથી છોટા શકીલનું ઘર વધુ દૂર નથી.

— Naila Inayat नायला इनायत (@nailainayat) August 10, 2019

ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ વડા અહેમદ શુજા પાશા પણ હાજર રહ્યા હતા. અદનાનની પત્ની અંજુમ અસદના પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેના ફોટાથી જ તમે અંદાજ લગાવી શકો કે પાકિસ્તાન સરકારમાં અદનાનની કેટલી પહોંચ છે. 

— Samir Mir Shaikh (@samirmir) August 9, 2019

એવું કહેવાય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન સાથેના સારા સંબંધોના કારણે જ અદનાન અસદ ભારતીય ગાયક મીકા સિંહ અને તેના 14 ક્રૂ મેમ્બર્સ માટે વિઝા મેળવી શક્યા હતા. સૂત્રો અનુસાર કાર્યક્રમથી પહેલા મિકા સિંહ અને અન્ય લોકોએ લાહોરમાં કોઈ મોટા સરકારી અધિકારીની મુલાકાત કરી હતી અને ત્યાર પછી 8 તારીખના આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. 

અદનાન અસદે પરવેઝ મુશર્રફના કાર્યકાળમાં એક ટિશ્યુ પેપર મેન્યુફેક્ચરરમાંથી અબજપતિ બિઝનેસમેન બનવાની મોટી છલાંગ લગાવી હતી. અદનાનના અનેક ક્રિકેટર્સ સાથે પણ નજીકના સંબંધ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news