રાષ્ટ્રપતિ કોવિંદ પણ દિલ્હીના પ્રદુષણથી ચિંતિત, કહ્યું- ધુમ્મસ જોઈને લાગે છે અંતનો ડર
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએસટીના ડાયરેક્ટરોના સંમેલનમાં રાષ્ટ્રપતિ કોવિંગે કહ્યું, `ઘણા વૈજ્ઞાનિકો અને ભવિષ્યવક્તાઓએ દુનિયાનો અંત થવાની (ડૂમ્સ ડે) વાત કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના પ્રદુષણ (delhi pollution) પર મંગળવારે એક તરફ સંસદમાં ચર્ચા થઈ તો બીજીતરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (president ramnath kovind) પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે કહ્યું કે, આ વર્ષનો એક એવો સમય છે, જ્યારે રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ ચુકી છે. તેમણે કહ્યું કે, આપણે બધા એક એવા પડકારનો સામનો કરી રહ્યાં છીએ જે પહેલા ક્યારેય નહતી.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત આઈઆઈટી, એનઆઈટી અને આઈઆઈએસટીના ડાયરેક્ટરોના સંમેલનમાં રાષ્ટ્રપતિ કોવિંગે કહ્યું, 'ઘણા વૈજ્ઞાનિકો અને ભવિષ્યવક્તાઓએ દુનિયાનો અંત થવાની (ડૂમ્સ ડે) વાત કરી છે. આપણા શહેરોમાં આજકાલ ખરાબ પ્રદુષણ જેવી સ્થિતિ જોઈને તે ડર થવા લાગ્યો છે કે ભવિષ્ય માટે ક્યાંક આ વાત ક્યારેક સાચી ન પડી જાય.'
સંસદમાં પ્રદુષણ પર ચર્ચા
લોકસભામાં પ્રદુષણને લઈને વ્યાપક ચર્ચા થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, દિલ્હીની આબોહવા એટલી પ્રદુષિત થઈ ગઈ છે, એટલો વધુ ધુમાડો થઈ જાય છે કે લોકો ઝેરી ગેસનો શ્વાસ લે છે. તેમણે કહ્યું કે, વિશ્વના 15 સૌથી પ્રદુષિક શહેરોમાંથી 14 ભારતના છે. તિવારીએ તે પણ કહ્યું કે, એવું નથી કે આપણે આ સમસ્યાછી છૂટકારો ન મેળવી શકીએ. બેઇજિંગ તેનું સૌથી મોટું ઉદાહરમ છે. જો બેઇજિંગની હવા સાફ થઈ શકે તો અહીંની કેમ નહીં.
લોકસભામાં TMC સાંસદે કહ્યું- સ્વચ્છ ભારત મિશન છે તો સ્વચ્છ હવા કેમ નહીં?
તો ટીએમસી સાંસદ દસ્તીદારે કહ્યું કે, ઝેરી હવા આપણા ફેફસાને ખરાબ કરે છે અને આ કારણે ઓક્સિજન આપણા લોહીમાં જતું નથી. ત્યારબાદ ફેફસા બદલવાની વાત થાય છે. આ સીધી રીતે આર્થિક સમસ્યા સાથે પણ જોડાયેલ છે. આપણે મોનિટર કરવું પડશે કે શું થઈ રહ્યું છે, માત્ર નોટિફાઇ કરી દેવાથી કશું થશે નહીં. પાવર પ્લાન્ટ પર પણ આપણે કામ કરવું પડશે. સરકારે આ મામલાને ખુબ ગંભીરતાથી લેવો જોઈએ. તે માટે એક રાષ્ટ્રીય મિશન પણ બનાવવું જોઈએ જેથી આપણે આગામી પેઢીને સ્વચ્છ હવા આપી શકીએ.
અટલે કે સંસદમાં જે ચિંતાને વ્યક્ત કરવામાં આવી, તેને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ ચિંતિત જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube