નવી દિલ્હી : નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની વાત કહીનેવિવાદોમાં ફસાયેલા રાજસ્થાનનાં રાજ્યપાલ કલ્યાણ સિંહની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. સુત્રોનાં અનુસાર ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને આ મુદ્દે સંજ્ઞાન લેવા કહ્યું હતું. ચૂંટણી પંચના આકરા વલણ બાદ હવે રાષ્ટ્રપતિ કોવિંદે પણ આ મુદ્દે ફાઇ કેન્દ્ર સરકારને મોકલી છે. કોંગ્રેસે હુમલાખોર  હોવા છતા કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલે કહ્યું ગુરૂવારે  મુદ્દે અમે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો છે. રાષ્ટ્રપતિને મળીને રાજ્યપાલને હટાવવાની માંગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચના અધિકારીએ મુખ્યમંત્રીના કાફલાને અટકાવી ચેકિંગ કર્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત
રાષ્ટ્રપતિએ ગૃહમંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કલ્યાણસિંહની વિરુદ્ધ કાર્યવાહી હોવી જોઇએ, કારણ કે તેમણે આદર્શ આચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યું છે. આ મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સહિત કોંગ્રેસને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી અને કહ્યું કે, રાજ્યપાલને પુછીશ કે રાજ્યપાલે કયા દબાણમાં આ નિવેદન આપ્યું છે.