લખનઉઃ Presidential Election 2022: બહુજન સમાજવાદી પાર્ટીએ રાષ્ટ્રરતિ ચૂંટણીને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. બસપા પ્રમુખ માયાવતીએ પત્રકાર પરિષદ યોજી શનિવારે મોટી જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કરી દીધુ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીએસપી વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મીમાંથી કોનું સમર્થન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉમેદવારનું સમર્થન આપશે બસપા
બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું- અમારી પાર્ટીએ આદિવાસી સમાજને પોતાની મૂવમેન્ટનો ખાસ ભાગ માનતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ અતિ મહત્વપૂર્ણ નિર્ણય ભાજપ અને એનડીએના પક્ષ કે પછી વિપક્ષના વિરોધમાં લીધો નથી. પરંતુ પોતાની પાર્ટીની મૂવમેન્ટને ધ્યાનમાં રાખી એક આદિવાસી સમાજની યોગ્ય અને કર્મઠ મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે આ નિર્ણય લીધો છે. 


આ પણ વાંચોઃ સંજય રાઉતની ધમકી બાદ રસ્તા પર ઉપદ્રવી 'સેના', બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં તોડફોડ


વિપક્ષી પાર્ટીઓ પર કર્યા પ્રહાર
માયાવતીએ કહ્યું- બસપા ગરીબ અને દલિતની પાર્ટી છે. ભાજપે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વાતચીતનો માત્ર દેખાડો કર્યો. જ્યારે શરદ પવાર અને મમતા બેનર્જીએ વિપક્ષની બેઠકમાં બીએસપીને બોલાવી નહીં જે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને હતી. પરંતુ અમારી પાર્ટી વચનો આપતી નથી. અમે લોકો માનતવાદી વિચારના છીએ. 


તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ આંબેડકરના વિચારને લાગૂ થવા દેવા ઈચ્છતા નથી. યુપીમાં ચાર વખત બીએસપીના શાસનમાં પ્રદેશનો વિકાસ થયો છે. પરંતુ જાતિવાદી વિચારના લોકો બીએસપીને નીચી દેખાડે છે. જ્યારે કેન્દ્રની પાર્ટી બીએસપીને હંમેશા તોડે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube