નવી દિલ્હીઃ દેશના 15મા રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઈતિહાસ રચી દીધો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર 77 મત મળ્યા છે. એટલે કે દ્રૌપદી મુર્મૂને 50 ટકાથી વધુ મત મળી ગયા છે. જ્યારે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધી 2 લાખ 61 હજાર 62 મત મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રૌપદી મુર્મૂએ જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી
દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મેળવી લીધા છે. ત્રીજા રાઉન્ડની ગણતરીની વાત કરીએ તો તેમાં કુલ મત 1333 હતા. જેની વેલ્યૂ 1,65,664 હતી. તેમાં મુર્મૂને 812 મત મળ્યા. તો યશવંત સિન્હાને 521 મત મળ્યા છે. 


કુલ ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત 3219 હતા. તેની વેલ્યૂ 8,38,839 હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને 2161 મત (વેલ્યૂ 5,77,777) મળ્યા છે. તો યશવંત સિન્હાને 1058 મત (વેલ્યૂ 2,61,062) મળ્યા છે. 


યશવંત સિન્હાએ દ્રૌપદી મુર્મૂને આપી શુભેચ્છા
સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર થઈ છે. દ્રૌપદી મુર્મૂની શાનદાર જીત બાદ યશવંત સિન્હાએ ટ્વીટ કરીને તેમને અભિનંદન આપ્યા છે.
 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube