નવી દિલ્હીઃ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઈ ચુકી છે. ભાજપે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તેમને શુભકામનાઓ પણ આપી દીધી છે. તો ભાજપે દાવો કર્યો છે કે 17 વિપક્ષી સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે અને દ્રોપદી મુર્મૂને પોતાનો મત આપ્યો છે. ભાજપનું કહેવું છે કે દ્રૌપદી મુર્મૂને 540 સાંસદોના મત મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષની ફૂટ આવી ગઈ સામે?
ભાજપનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીથી વિપક્ષમાં ફૂટ સામે આવી ગઈ છે. તો બીજીતરફ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આગળ રહેનારા મમતા બેનર્જીએ પણ તે જાહેરાત કરી દીધી છે કે તેમની પાર્ટી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેશે નહીં. તેમનું કહેવું છે કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરતા પહેલા તેમને પૂછવામાં આવ્યું નહીં. તો આમ આદમી પાર્ટીનું વલણ હજુ સ્પષ્ટ નથી. વિપક્ષ જ્યાં 2024ની ચૂંટણી પહેલા એક થઈ રહ્યો હતો તેના માટે આ મોટો ઝટકો છે. 


આ પણ વાંચોઃ Draupadi Murmu: કોલેજમાં શ્યામ સાથે પ્રેમ, દહેજમાં ગાય અને બળદ મળ્યા, વાંચો દ્રૌપદી મુર્મુની પ્રેમકથા


નોંધનીય છે કે પ્રથમ રાઉન્ડની ગણતરીમાં દ્રૌપદી મુર્મૂને 540 મત તો યશવંત સિન્હાને 208 મત મળ્યા હતા. મુર્મૂને મળનાર મતની વેલ્યૂ  3,78,000  તો યશવંત સિન્હાને મતની વેલ્યૂ 1,45,000 છે. આ તબક્કામાં 15 મત અમાન્ય ગણવામાં આવ્યા હતા. નોંધનીય છે કે બંને ગૃહના મળીને કુલ 780 મત હતા, જેમાંથી 13 સાંસદો વોટિંગમાં ગેરહાજર રહ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube