Maharashtra Govt Formation Live : શિવસેના અને એનસીપીએ સાથે મળીને કરી પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસે ન આપી હાજરી
એનસીપી (NCP) અને શિવસેના (Shivsena)એ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ, મહારાષ્ટ્રના રાજકારણની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે કરવામાં આવ્યા ખુલાસા
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શિવસેના (Shivsena)ના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો ઝુંટવાઈ ગયો છે. જોકે શરદ પવારે આ નિર્ણયને એનસીપીનો નિર્ણય ગણાવ્યો નથી. શરદ પવારે કહ્યું છે કે, અજીત પવારે પાર્ટીના ભાગલા પાડ્યા છે અને તેઓ આ નિર્ણયમાં સહમત નથી. પરિણામે હવે એનસીપી અને શિવસેનાએ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ કરવાનો નિર્ણય કર્યો છે.
જુઓ પ્રેસ કોન્ફરન્સની હાઇલાઇટ્સ
અમે બધા સાથે છીએ નહોતી : શરદ પવાર
ધારાસભ્યોને બચાવવા જે કરવું પડે એ કરીશું : શરદ પવાર
અજિત પાસેથી આવી આશા નહોતી : શરદ પવાર
અજિત પવાર પાસેની ચિઠ્ઠીમાં તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર : શરદ પવાર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube