હીટ સ્ટ્રોક ન બને ખતરો, એક્ટિવ થઈ ગઈ સરકાર, ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે રાજ્યોને એડવાઇઝરી
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં આ વખતે ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી બાદ કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. આજે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
નવી દિલ્હીઃ હવામાન વિભાગે આ વર્ષે ભીષણ ગરમીની ચેતવણી જાહેર કરી છે. તેને લઈને કેન્દ્ર સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે બેઠક યોજી હતી. તેમાં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યાં હતા. સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને એડવાઇઝરી જાહેર કરવાનું કહ્યું છે.
બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું- આઈએમડીએ આ વર્ષ માટે અલ-નીનોની ભવિષ્યવાણી કરી છે અને તેથી આ વર્ષે હીટવેવની સંભાવના વધુ છે. આઈએમડીએ કહ્યું કે ગરમીમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે. તેમણે કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે અને હીટવેટને કારણે હીટ સ્ટ્રોક ન થાય, તેનાથી બચવા માટે મેં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક કરી અને રાજ્ય સરકારોને એડવાઇઝરી જાહેર કરવાનું કહ્યું છે.
આ ઉમેદવાર પાસે નથી ઘર કે કાર, હજારો પુસ્તકોના માલિક, રહી ચૂક્યા છે નાણામંત્રી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હીટ વેવ ક્યાંક હીટ સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તે માટે દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે. હીટ સ્ટ્રોક ગરમીથી થનારી સૌથી ગંભીર બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને નિયંત્રિત કરી શકતું નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દર વર્ષે ગરમીમાં જે તાપમાન રહે છે આ વર્ષે તે વધુ રહેવાનું અનુમાન છે. તેને જોતા જનતાને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વર્ષે તમે જ્યારે ચૂંટણી અભિયાનમાં આવો તો પાણી પીતા રહો સાથે પાણીની બોટલ રાખો. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે લોકોએ સમય-સમય પર પાણી પીવાની સાથે જ્યુસનું પણ સેવન કરવું જોઈએ. આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ. ગરમીની સીઝનમાં મળતા ફળ ખાય શકાય છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તરી છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશમાં ગરમીનો સૌથી ખરાબ પ્રભાવ પડવાની આશંકા છે. એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ઘણઆ વિસ્તારમાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. પૂર્વી અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગ અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગને છોડીને, જ્યાં સામાન્યથી નીચે મહત્તમ તાપમાન હોવાનું અનુમાન છે.