VIDEO: BJPના બે સાધ્વી નેતાઓનું ભાવુક મિલન, ઉમા ભારતીને ભેટીને રડવા લાગ્યા સાધ્વી પ્રજ્ઞા
ભોપાલ લોકસભા બેઠક હાલ ચર્ચામાં છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. ઉમા ભારતીએ હાલમાં જ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમના અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચેના તણાવની ચર્ચા હતી પરંતુ આજે આ બંને નેતાઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યાં. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે ઉમા ભારતીને ભેટીને ભાવુક થઈ રડી પડ્યાં.
નવી દિલ્હી: ભોપાલ લોકસભા બેઠક હાલ ચર્ચામાં છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ બેઠક માટે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. ઉમા ભારતીએ હાલમાં જ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમના અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચેના તણાવની ચર્ચા હતી પરંતુ આજે આ બંને નેતાઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યાં. ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે ઉમા ભારતીને ભેટીને ભાવુક થઈ રડી પડ્યાં.
મોદી તો જીતી ગયા હવે મત ન આપતા...એવી તેઓ અફવા ફેલાવી રહ્યાં છે: પીએમ મોદી
ચૂંટણી પ્રચાર અગાઉ ઉમાને મળવા પહોંચ્યા સાધ્વી પ્રજ્ઞા
હકીકતમાં ચૂંટણી પ્રચાર માટે જતા અગાઉ સાધ્વી પ્રજ્ઞા ઉમા ભારતને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ઉમા ભારતીએ તેમને ટીકો કર્યો અને ખીર ખવડાવી તથા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ સાધ્વી માટે પ્રચાર કરશે.
કોંગ્રેસ પાર્ટી 10 લાખ યુવાઓને હિન્દુસ્તાનની પંચાયતોમાં આપશે રોજગાર: રાહુલ ગાંધી
સાધ્વી પ્રજ્ઞા પૂજનીય છે: ઉમા ભારતી
આ મુલાકાત બાદ ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું કે હું તેમનું ખુબ સન્માન કરું છું. મેં તેમના પર થતા અત્યાચાર જોયા છે. એટલે તેઓ ખુબ પૂજનીય છે. તેમણે કહ્યું કે હું તેમના માટે પ્રચાર કરીશ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...