Viral Video: દેશમાં આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આ વાતનો પુરાવો ઘણી વખત સામે આવી ચૂક્યો છે. આજે ફરી એક વખત એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારું લોહી પણ ઉકળી જશે. ધર્મના નામે ચાલતા ધતિંગનો પરદાફાસ કરતો આ વીડિયો ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. બલિયા જિલ્લાના એક ગામનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે. આ વીડિયોમાં એક ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન એક પુજારી બાળક સાથે અમાનુષી વર્તન કરે છે. પૂજારી નાનકડા બાળકને ઉકળતા દૂધથી નવડાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Viral Video: આ શું છે તમને ખબર છે ? આ વસ્તુનો વીડિયો જોઈ લોકો ચઢી ગયા છે ગોથે


Viral: ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો


ભારતની આ 5 જગ્યાઓને આજે પણ લોકો માને છે શ્રાપિત, દિવસ પણ જવાથી ડરે છે લોકો


હચમચાવી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા પછી વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં જે પુજારી જોવા મળે છે તે વારાણસીના હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ પૂજારી બાળકને પોતાના ગોઠણ પર બેસાડે છે. બાજુમાં કેટલાક વાસણમાં દૂધ ઊકળે છે, આ દૂધમાંથી ફીણ પૂજારી હાથથી કાઢે છે અને તે ગરમ ફીણને બાળકના ચહેરા પર લગાડી દે છે. ગરમ વસ્તુ ચહેરા પર અડતાની સાથે જ બાળક જોર જોરથી રડવા લાગે છે. 


બાળક બળતરાના કારણે જોરજોરથી રડે છે પરંતુ પૂજારી અટકવાનું નામ નથી લેતો અને તે અનુષ્ઠાન ચાલુ જ રાખે છે. ત્યારબાદ તે બાળકને જમીન પર સુવડાવે છે અને તેના પર ગરમ દૂધ રેડી દે છે. હૃદય કંપાવી દે તેવું આ દ્રશ્ય અનેક લોકો મુખદર્શક બનીને જોતા રહે છે. 



જોકે આ પહેલી વખત નથી કે કોઈ બાળક સાથે આવું વર્તન થયું હોય આવી ભયાનક ઘટના આ પહેલા પણ બની ચૂકી હતી. જાણવા મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલા જ આવી એક પ્રથાના કારણે અઢી મહિનાની બાળકીનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બાળકીની માતા આવા જ ઉપચારક પાસે તેની સારવાર માટે લઈ ગઈ હતી. બાળકીની સારવાર કરવાનું કહી તાંત્રિકે બાળકીને 50 વખત ગરમ લોઢાના સળિયાથી ડામ દીધા હતા. જેના કારણે બાળકી દાઝી ગઈ અને સારવાર મળે તે પહેલા જ તેનું જીવ જતો રહ્યો. આ મામલે બાળકી સાથે આવો દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધી કાર્યવાહી કરી હતી.