ભારતની આ 5 જગ્યાઓને આજે પણ લોકો માને છે શ્રાપિત, દિવસ પણ જવાથી ડરે છે લોકો

India's Cursed Places: ભારતમાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જેને જોવા લોકો વિદેશથી ખાસ ભારત આવે છે. ભારતમાં કરોડોની સંખ્યામાં નાના-મોટા મંદિરો હશે. ભારતના પવિત્ર સ્થાનો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે ભારતની શ્રાપિત જગ્યાઓ વિશે જાણો છો? 

ભારતની આ 5 જગ્યાઓને આજે પણ લોકો માને છે શ્રાપિત, દિવસ પણ જવાથી ડરે છે લોકો

India's Cursed Places: ભારત દેશના દરેક શહેરમાં અનેક એવા સ્થાન છે જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આ પવિત્ર સ્થાન પર મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા અને મુલાકાત લેવા પહોંચતા હોય છે. ભારતમાં કેટલીક એવી જગ્યાઓ પણ છે જેને જોવા લોકો વિદેશથી ખાસ ભારત આવે છે. ભારતમાં કરોડોની સંખ્યામાં નાના-મોટા મંદિરો હશે. ભારતના પવિત્ર સ્થાનો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે ભારતની શ્રાપિત જગ્યાઓ વિશે જાણો છો? ભારતમાં 5 એવી જગ્યાઓ પણ છે જેને આજે પણ લોકો શ્રાપિત માને છે અને ત્યાં દિવસે પણ પગ મુકતા ડરે છે. આ તમને જણાવીએ આ 5 જગ્યાઓ કઈ કઈ છે અને ક્યાં આવેલી છે. 

1. કુલધરા ગામ

રાજસ્થાનના જેસલમેર શહેરથી 20 કિમીના અંતરે કુલધારા ગામ આવેલું છે. આ ગામને શ્રાપિત માનવામાં આવે છે. માન્યતા છે કે વર્ષો પહેલા આ ગામમાં બ્રાહ્મણો રહેતા હતા. અહીંના દિવાન ગામની છોકરીઓ પર નજર બગાડી તેમને રંજાડતા હતા તેથી બધા જ બ્રાહ્મણોએ ગામ છોડી દીધું અને શ્રાપ દીધો કે આજ પછી ક્યારેય કોઈ આ ગામમાં રહી નહીં શકે. આજે આ ગામ ખંઢેર બની ગયું છે. 

આ પણ વાંચો:

2. રૂપકુંડ તળાવ
 
ઉત્તરાખંડમાં આ તળાવ આવેલું છે. આ તળાવને પણ શ્રાપિત માનવામાં આવે છે. આ તળાવ વિશે લોકવાયકા છે કે તેની ચારે કંકાલ ફેલાયેલા છે. આ કંકાલ ક્યાંથી આવ્યા તે કોઈ જાણતું નથી. આજે પણ અહીં કોઈ જવાની હિંમત કરતું નથી.

3. ગંધર્વપુરી ગામ

આ જગ્યા મધ્યપ્રદેશમાં આવેલી છે. આ ગામ વિશે એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા રાજા ગંધર્વસેન આ ગામ પર રાજ કરતા હતા. પરંતુ કોઈ કારણોસર તેમણે જ શ્રાપ આપી ગામને પથ્થરનું બનાવી દીધું.  

4. પિઠૌરીયા ગામ
 
આ શ્રાપિત ગામ ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલું છે. ઝારખંડના રાંચી શહેરથી લગભગ 20 કિમી દૂર આવેલા આ ગામ વિશે માનવામાં આવે છે કે વર્ષો પહેલા અહીં વિશ્વનાથ નામના એક વ્યક્તિને મોતની સજા આપવામાં આવી હતી. આ ઘટના પછી વિશ્વનાથનાથે ગામને શ્રાપ આપ્યો કે આ જગ્યા વેરાન થઈ જશે. શ્રાપના થોડા દિવસોમાં અણધારી ઘટનાઓ બનવા લાગી અને લોકો ગામ છોડીને ભાગી ગયા.

5. ભાનગઢનો કિલ્લો
 
ભાનગઢનો કિલ્લો ભારતના સૌથી ભયંકર સ્થળોમાંથી એક છે. લોકવાયકા છે કે ભાનગઢના કિલ્લા પર તાંત્રિકનો શ્રાપ છે. વર્ષો પહેલા એક તાંત્રિકે ગુસ્સે થઈ અને શ્રાપ આપ્યો હતો. ત્યારપછી અહીં વિચિત્ર ઘટનાઓ બને છે એવું લોકોનું કહેવું છે.

 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news