નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જ્યારે પણ દેશવાસીઓને કોઇ અપીલ કરે છે તો પોતે પણ અમલમાં લે છે. ભલે તે 2014માં સ્વચ્છતા અભિયાન હોય તો હાલ કોરોના (Corona)કાળમાં માસ્ક પહેરવું. એટલું જ નહી તેમણે લોકડાઉન (Lockdown) દરમિયાન પણ કરીને બતાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ પોતાના દરેક રાષ્ટ્ર સંબોધનમાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. કહ્યું હતું કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ન નિકળો. તેનું તેમણે પોતે પાલન કર્યું છે. આજે ખૂબ જરૂરી હતું ત્યારે તે ઘરની બહાર નિકળ્યા, કારણ કે આ ઇમરજન્સીનો સમય છે. PM મોદી આજે પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં આવેલા વાવાઝોડાથી જાનમાલને નુકસાનનું નિરિક્ષણ કરશે. 


તમને જણાવી દઇએ કે કે PM મોદી 83 પ્રવાસે નિકળ્યા છે. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પહેલાં 29 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ અને ચિત્રકુટની યાત્રા માટે આખરે દિલ્હીથી બહાર ગયા હતા. આજે લગભગ ત્રણ મહિના બાદ તે આજે દિલ્હીથી બહાર ગયા છે. 


પીએમ મોદી ઓરિસ્સા અને પશ્વિમ બંગાળમાં આવેલા વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરશે અને સાથે જ મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ કેન્દ્ર તરફથી બંને રાજ્યો માટે અલગ-અલગ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. આ પહેલાં વડાપ્રધાનમંત્રી મોદી વાવાઝોડું આવ્યું તે પહેલાં પણ સતત બેઠકો કરી હતી. PMO અને PM પોતે વાવાઝોડાની દરેક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube