નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશના કોરોનાની સ્થિતિની આજે સમીક્ષા કરી. 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક ચાલી થઈ. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, કેરળ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સામેલ થયા. પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક 11 વાગે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોનાની ત્રીજી લહેરના દ્વાર પર ઊભા છીએ. આવામાં કોરોના વિરુદ્ધ પ્રભાવી પગલાં લેવા ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ રાજ્યોમાં ત્રીજી લહેરની આશંકાને રોકવી પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube