પીએમ મોદીએ કર્યું અટલ ટનલનું ઉદઘાટન, હવે બંધ નહી થાય મનાલીથી લેહનો માર્ગ
અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.
મનાલી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનાલીમાં અટલ ટનલનું ઉદઘાટન કરી દીધું છે. આ ટનલ મનાલીને લેહ-લદ્દાખ સુધી 12 મહિનાની કનેક્ટિવિટીની સુવિધા આપશે. અટલ ટનલથી લેહ-મનાલી વચ્ચેનું અંતર 46 કિમી ઘટી જશે. સાથે જ ચીન-પાકિસ્તાન બોર્ડર પર ભારતની રણનિતીક તાકાત પણ વધશે.
આ અવસર પર સીડીએસ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવરણે, હિમાચનલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને રાજ્યપાલ પણ હાજર રહ્યા. બીઆરઓ ચીફ લેફ્ટિનેંટ જનરલ હરપાલ સિંહ સિંહે ટનલ નિર્માણમાં આવેલી સમસ્યાઓ અને ખાસિયતોની જાણકારી આપી. અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.
સમુદ્ર તળથી 3000 મીટર ઊંચાઈ
હિમાલયના પીર પંજાબ પર્વતમાળાની વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટતાઓની સાથે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી 3 ઓક્ટોબરના રોજ કુલ્લુ જિલ્લામાં હિમ તેમજ હિમસ્ખલન રિસર્ચ સંસ્થા પહોચશે.
પીએમ મોદી અટલ ટનલના માધ્યમથી લાહૌલ સ્પીતિ જિલ્લાની લાહૌલ ઘાટીમાં તેના ઉત્તરી પોર્ટલ સુધી પહોંચશે અને મનાલીમાં દક્ષિણી પોર્ટલની માટે હિમાચલ સડક પરિવહન નિગમની એક બસને લીલીઝંડી આપશે. અટલ ટનલને દક્ષિણી મનાલીથી 25 કિલોમીટર અંતર પર 3060 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવી છે, જ્યારે કે ઉત્તરી પોર્ટલ 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં તેલિંગ, સીસૂ ગામની નજીક આવેલી છે.
ટનલની ખાસિયત
અધિકારીઓએ જણાવ્યું કે, ઘોડાના નાળના આકારવાળી બે લેન ટનલમાં 8 મીટર પહોળો રસ્તો છે અને તેની ઊંચાઈ 5.525 મીટર છે. 3300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટનલ દેશની રક્ષાના હેતુથી બહુ જ મહત્વપૂર્ણ છે. અટલ ટનલની ડિઝાઈન રોજની 3 હજાર જેટલી કાર અને 1500 ટ્રક માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમટર પ્રતિ કલાક રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube