#MODIWITHAKSHAY: અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ, VIDEO
#MODIWITHAKSHAY: PM Modi Live અભિનેતા અક્ષય કુમારે મંગળવારે કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બુધવારે ‘નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે બિન રાજકીય’ વાતચીત કરી. પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર થયેલી આ વાતચીતમાં અક્ષય કુમારે પીએમ મોદીના જીવન સાથે જોડાયેલા કેટલાક પાસાઓ પર ચર્ચા કરી.
નવી દિલ્હી: અભિનેતા અક્ષય કુમારે મંગળવારે કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બુધવારે ‘નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે બિન રાજકીય’ વાતચીત કરી. પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર થયેલી આ વાતચીતમાં અક્ષય કુમારે પીએમ મોદીના જીવન સાથે જોડાયેલા કેટલાક પાસાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ આ વાતચીતમાં તેમના પરિવાર, ખાણી-પીણી અને હાસ્ય-રમૂજી સાથે જોડાયેલા કિસ્સા પણ શેર કરે છે.
અક્ષયના સવાલ અને પીએમ મોદીના જવાબ:-
અક્ષય: ઇન્ટરવ્યૂની શરૂઆતમાં અક્ષયે તેમના ડ્રાઇવની પુત્રીનો સવાલ પીએમ મોદીથી પૂછ્યો કે શું તેમે કેરી ખાઓ છો?
પીએમ મોદી: હું કેરી ખાઉં છું, દ્યારે નાનો હતો ત્યારે હું ખેતરમાં જઇને કેરી ખાવા જતો હતો. કેરીના વૃક્ષ પર પાકેલી કેરી ખાવાની વધારે પસંદ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો રસ ખાવાની આદત પડી. પરંતુ હવે કંટ્રોલ કરવો પડે છે.
અક્ષય: ક્યારે તમે વિચાર્યું હતું કે તમે પ્રધાનમંત્રી બનશો?
પીએમ મોદી: ક્યારે એવો વિચાર આવ્યો ન હતો કે બું પીએમ બનીશ. જો મારી ક્યાંક નોકરી લાગી જતી તો મારી માતા સમગ્ર ગામમાં ગોળ વહેંચી દેતી.
અક્ષય: શું તમે સન્યાસી બનવા ઇચ્છતા હતા, તમે સેનામાં ભરતી થવા ઇચ્છતા હતા?
પીએમ મોદી: 1962ના યુદ્ધ દરમિયાન મહેસાણા સ્ટેશન પર જ્યારે જવાન જતા હતા તો હું પણ જતો રહેતો. મને ખુશી થતી હતી. ગુજરાતમાં સૈનિક સ્કૂલની વિશે મેં જાણ્યું અને હું તેમાં ભરતી થવા ઇચ્છતો હતો. અમારા મોહલ્લામાં એક પ્રિંસિપાલ રહેતા હતા. હું તેમની પાસે ગયો. હું ક્યારે પણ મોટા માણસને મળવામાં ટાળટો ન હતો.
અક્ષય: તમને ક્યારે ગુસ્સો આવે છે, કોઇ પર અને કેવી રીતે વ્યક્ત કરો છો?
પીએમ મોદી: ક્યારે કોઇ કહેશે કે મને ગુસ્સો નથી આવતો તો ઘણા લોકોને હેરાની થશે. તમે સારી વાતો પર ભાર આપો તેથી નકારાત્મક વસ્તુઓ તમારાથી દૂર રહેશે. પ્યુનથી લઇને પ્રિંસિપાલ સેક્રેટ્રી સુધી, મને ગુસ્સો વ્યક્ત કરવાની તક મળી નથી. હું કોઇને નીચે દેખાડી કામ કરતો નથી. હું હેલ્પિંગ હેન્ડની જેમ કામ કરૂ છું. મારી અંદર ગુસ્સો આવતો હશે પરંતુ હું તેને વ્યકત કરવાથી રોકી લઉં છું.
અક્ષય: તમારુ મન કરે છે કે તમે તમારી માતા, પરિવારની સાથે રહો?
પીએમ મોદી: મેં ઘણી નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું. કોઇ મોહ માયા રહી નથી. હવે મારી જિંદગી તે બની ગઇ છે. મારી માતા મને કહે છે કે, તું મારી પાછળ કેમ સમય બગાડી રહ્યો છે. હું તેમને સમય આપી શકતો નથી. અહીં તેઓ રહ્યા હતા પરંતુ હું ફિલ્ડમાં જ રહેતો હતો. હું રાત્રે 12 વાગે આવતો હતો, તો તેમને દુ:ખ થતું હતું. અહીં તેમનું મન લાગતું ન હતું. તે ગામના લોકો સાથે રહેતી તો તેમને સારુ લાગતું હતું.
અક્ષય: તમારી છબી ખૂબ સખત સંચાલકની છે?
પીએમ મોદી: આ છબી યોગ્ય નથી. કામનું અનુશાસન હું મારા જીવનમાં જાતે લઇને આવ્યો. હું કઠોર છું, અનુશાસિત છું પરંતુ ક્યારે કોઇને નીચે દખાડવાનું કામ કરતો નથી. હમેશાં પ્રયત્ન કરું છું કે કોઇ કામને કહું તો તેમાં પોતે જ ઇન્વોલ્વ થઇ જાઉ છું. શીખું છું અને શીખવાડું પણ છું અને હું ટીમ બનાવતો જઉ છું.
અક્ષય: વિપક્ષી પાર્ટીઓમાં તમારા મિત્રો છે?
પીએમ મોદી: ગુલામનબી આઝાદ મારા સારા મિત્ર છે. જ્યારે પણ મળે છે ઘણી સારી રીતે મળે છે. મમતા બેનર્જી મારા માટે પોતે કુર્તા મોકલે છે. શેખ હસીના મારા માટે બંગાળી મીઠાઇ મોકલે છે.
અક્ષય: શું તમે સાચે ગુજરાતી છો? તમે તમારા પૈસા આપી દીધા, પ્લોટ આપી દીધો?
પીએમ મોદી: પીએમ મોદીએ મજાક કરતા કહ્યું, ટ્રેનમાં સ્ટેશન આવવા પર ઉપરની સીટ પર બેસેલા એક વ્યક્તિએ નીચેની સીટ પર બેસેલા એક વ્યક્તિને પૂછ્યું કયું સ્ટેશન આવ્યું છે? ત્યારે બારી પાસે બેસેલા એક વ્યક્તિએ બહાર ઉભેલા એક વ્યક્તિને પૂછ્યું, ભાઇ કયું સ્ટેશન છે? બહાર ઉભેલા વ્યક્તિએ જવાબ આપ્યો, 1 રૂપિયો આપો તો જણાવીશ, એટલામાં બારી પાસે બેસેલા વ્યક્તિને ઉપર બેસેલા વ્યક્તિએ કરી કોઇ વાત, અમદાવાદ જ હશે.
અક્ષય: જો તેમને અલાદીનનું ચિરાગ મળે અને ત્રણ વસ્તુ માગવાનું કહે તો શું માગશો?
પીએમ મોદી: હું સૌથી પહેલા નવી પેઢીને કહીશ કે આ અલાદીન પર વિશ્વાસ કરવાનું બંધ કરો. તેનાથી આળસનો ઉદ્ભવે છે. આ અહીં આપણું ચિંતન નથી, અહીં આપણું ચિંતન પરિશ્રમ છે.
અક્ષય: તમારી નિવૃત્તિ યોજના શું છે?
પીએમ મોદી: જવાબદારી જ મારી જિંદગી છે, મને કોઈ ચિંતા નથી કે મારે પોતાને એન્ગેજ કરવા માટે કંઈક કરવું પડશે. શરીરનો કણે કણ અને જીવનની ક્ષણે ક્ષણ કોઇને કોઇ મિશન પર જ રાખીશ
અક્ષય: સીએમથી પીએમ બન્યા હતા ત્યારે સૌથી મૂલ્યવાન વસ્તુ શું લઇને આવ્યા હતા?
પીએમ મોદી: પીએમ બનતા સમયે મને આ બેનિફિટ મળ્યો છે કે હું લાંબા સમય સુધી સીએમ રહીને આવ્યો હતો. હું ગુજરાતમાં લાંબા સમય સુધી સીએમ રહ્યો હતો. આ અનુભવ કદાચ મારી પહેલાના પીએમને મળ્યો ન હતો. દેવગૌડા સાહેર સીએમ રહ્યાં હતા પરંતુ ખૂબ ટૂંકા સમય માટે પરંતુ હું ઘણા લાંબા સમય સુધી સીએમ રહ્યો હતો. આ અનુભવ હું ત્યાંથી લઇને આવ્યો જે દેશના કામમાં આવી રહ્યો છે.
અક્ષય: તમે માત્ર સાડા ત્રણ કલાક જ ઊંઘો છો?
પીએમ મોદી: રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે મને મળ્યા ત્યારે તેમણે પણ મને કહ્યું તેમે એવું કેમ કરો છો? તમારે ઊંધ પૂરી લેવી જોઇએ. ઓબામા જ્યારે પણ મળે છે અને પૂછે છે મારી વાત માની? ઊંધ વધારો? પરંતુ મારા જાણીતા ડોક્ટરો પણ મને કહે છે કે, ઊંધ વધારો. પરંતુ આ મારા જીવનનો ભાગ છે. નિવૃત્તિ પછી ઊંધ વધારવા પર ધ્યાન આપીશ.
અક્ષય: ક્યારેક તમને શરદી લાગે છે તો તમે શું કરો છો?
પીએમ મોદી: ઘણા વર્ષ પહેલ હું કૈલાશ યાત્રા પર પગપાળા ગયો હતો. બધા દર્દથી પેરશાન હતા, મને કંઇ થયું ન હતું. મને આયુર્વેદ પર વિશ્વાસ છે. શરદી થવા પર સરસવનું તેલ ગરમ કરી નાક પર લગાવી દઉ છું. સારૂ થઇ જાય છે.
અક્ષય: તમારી ફેશન તમે પોતે જ કરી છે અથવા કોઇએ સૂચવ્યું છે?
પીએમ મોદી: મારા કપડાની દુનિયાને લઇને છબી બનાવવામાં આવી છે. સીએમ બન્યો ત્યાં સુધી કપડા જાતે ધોતો હતો. લાંબી બાય વાળા કુર્તા ધોવામાં સમય લાગે છે. બેગમાં જગ્યા પણ રોકે છે. એટલા માટે મેં અડધી બાયના કુર્તા પહેરવાનું પસંદ કર્યું.