નવી દિલ્હીઃ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મેળવી લીધા છે. તેમણે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાને મોટા અંતરે હરાવ્યા છે. હવે માત્ર એક રાઉન્ડની ગણતરી બચી છે. પરંતુ તે માત્ર ઔપચારિકતા છે. દ્રૌપદી મુર્મૂની જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત 3219 હતા. તેની વેલ્યૂ 8,38,839 હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને 2161 મત (વેલ્યૂ 5,77,777) મળ્યા છે. તો યશવંત સિન્હાને 1058 મત (વેલ્યૂ 2,61,062) મળ્યા છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પણ આપી શુભેચ્છા


Draupadi Murmu: કોલેજમાં શ્યામ સાથે પ્રેમ, દહેજમાં ગાય અને બળદ મળ્યા, વાંચો દ્રૌપદી મુર્મુની પ્રેમકથા


આ પણ વાંચોઃ Draupadi Murmu Lifestyle: આવી છે દ્રૌપદી મુર્મૂની દિનચર્યા, ડિપ્રેશનમાંથી બહાર આવવા કર્યું હતું આ કામ


આ પણ વાંચો- આંખો દાન કરી છે... બે પુત્રો અને પતિને ગુમાવ્યા, આવી છે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર મુર્મૂની કહાની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube