કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) યોજાવાની છે. ચૂંટણીની તૈયારીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ કમર કસી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) સોમવારે એકવાર ફરી બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ હુગલીમાં કોલકત્તા મેટ્રોના વિસ્તારનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા તેમણે અહીં એક જનસભા સંબોધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં પીએમ મોદીની જનસભા
પીએમ મોદીએ કહ્યુ કે, આધુનિક હાઈવે, આધુનિક રેલવે, આધુનિક એરવે, આ દેશોના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે, આ દેશોને આધુનિક બનાવવામાં મદદ કરી, ત્યાં તે એક પ્રકારથી પરિવર્તનનું મોટુ કારણ બન્યું. આપણા દેશમાં આ કામ પહેલા થવાની જરૂર હતી, પરંતુ ન થયું. તેમણે કહ્યું કે, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ વિકાસના દરેક પાસા માટે મૂળભૂત જરૂરીયાત હોય છે, તેથી પશ્ચિમ બંગાળમાં પણ કનેક્ટિવિટી સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારત સરકારે પ્રાથમિકતા આપી છે. 


જાણો ભારતનો શાતીર જાસૂસ કઈ રીતે પાકિસ્તાનની આર્મીમાં બન્યો હતો મેજર


મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે, પુષ્ટિકરણની રાજનીતિ બંગાળના લોકોને દુર્ગા પૂજાથી રોકે છે. બંગાળના લોકો પોતાની સંસ્કૃતિનું અપમાન કરનાર આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. બંગાળમાં ભાજપની સરકાર બનશે તો દરેક લોકો પોતાની સંસ્કૃતિના ગુણગાન કરી શકશે. તેને કોઈ ડરાવી શકશે નહીં. 


પીએમ મોદીએ કહ્યુ કે, જેટલી પણ સરકારે બંગાળમાં રહી, તેમણે આ ઐતિહાસિક ક્ષેત્રને પોતાના હાલમાં છોડી દીધુ. અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અહીંના વારસાને બેહાલ કરવામાં આવ્યો. વંદે માતરમ ભવન જ્યાં બંકિમચંદ્ર જી 5 વર્ષ રહ્યા, કહેવાય છે કે તે ખુબ ખરાબ સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, માં માટી માનુષની વાત કરનાર લોકો બંગાળના વિકાસની સામે દીવાલ બનીને ઉભા છે. ટોલેબાજોએ પ્રદેશનો વિકાસ રોકી રાખ્યો છે. પીએમ મોદીએ ટીએમસી પર નિશાન સાધતા કહ્યુ કે, સત્તાધારી પાર્ટીના નેતાઓની શાન-ઓ-શૌકત વધી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube