નવી દિલ્હી: દિવાળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી માટે 614 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વારાણસી વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. મહાદેવના આશીર્વાદથી કાશી ક્યારેય થોભતી નથી. માં ગંગાની જેમ સતત આગળ વધે છે. કોરોનાના કપરા કાળમાં પણ કાશી આગળ વધતી રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે કોરોના વિરુદ્ધ બનારસે જેટલી જીવંતતાથી લડત લડી છે, આ મુશ્કેલ સમયમાં  જે સામાજિક એકજૂથતાનો પરિચય આપ્યો છે તે ખુબ પ્રશંસનીય છે. આજે પણ લગભગ 220 કરોડ રૂપિયાની 16 યોજનાઓના લોકાર્પણ સાથે, લગભગ 400 કરોડ રૂપિયાની 14 યોજનાઓ પર કામ શરૂ થયું છે. બનારસમાં જે વિકાસ કાર્ય થઈ રહ્યા છે સરકારે જે નિર્ણય લીધા છે તેમનો લાભ બનારસના લોકોને મળી રહ્યો છે. આ બધુ જે થઈ રહ્યું છે તેની પાછળ બાબા વિશ્વનાથના જ આશીર્વાદ છે.


ધીરે ધીરે બદલાઈ રહી છે ઘાટની તસવીર
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'મા ગંગાને લઈને આ પ્રયત્નો, આ પ્રતિબદ્ધતા કાશીનો સંકલ્પ પણ છે અને કાશી માટે નવી સંભાવનાઓનો રસ્તો પણ છે. ધીરે ધીરે અહીંના ઘાટોની તસવીર બદલાઈ રહી છે. ગંગાના ઘાટોની સ્વચ્છતા અને સુંદરીકરણની સાથે સાથે સારનાથ પણ નવા રંગરૂપમાં નીખરી રહ્યું છે. બનારસના શહેર અને ગામની આ વિકાસ યોજનામાં પર્યટનની સાથે સાથે સંસ્કૃતિ અને રસ્તા, વિજળી, પાણી પણ હોય. દરેક પગલે એવા પ્રયત્ો છે કે કાશીની દરેક વ્યક્તિઓની ભાવનાઓ અનુરૂપ જ વિકાસના પૈડા આગળ વધે.' 


તેમણે કહ્યું કે, 'આજે ગંગા એક્શન પ્લાન પ્રોજેક્ટ હેઠળ કાશીમાં સીવેજ ટ્રિટમેન્ટ પ્લાનનું કામ પૂરું થઈ ગયુ છે. આ સાથે જ નાળાથી વધારાનું સીવેજ ગંગામાં પડતું રોકવા માટે ડાવર્ઝન લાઈનનો શિલાન્યાસ પણ કરાયો છે. આજે જે લાઈટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમનું લોકાર્પણ કરાયું તેનાથી સારનાથની ભવ્યતા હજુ વધશે. કાશીની એક મોટી સમસ્યા અહીં લટકતા વિજળીના તારોના જાળા રહી છે. આજે કાશીનો મોટો વિસ્તાર વિજળીના તારોના જાળામાંથી પણ મુક્ત થઈ રહ્યું છે.'


પૂર્વાંચલના લોકોને દિલ્હી-મુંબઈના ચક્કર નથી કાપવા પડતા
પીએમ મોદીએ કહ્યું કે હવે પૂર્વાંચલના લોકોને નાની મોટી જરૂરિયાત માટે દિલ્હી-મુંબઈના ચક્કર કાપવા પડતા નથી. બનારસ અને પૂર્વાંચલના ખેડૂતો માટે સ્ટોરેજથી લઈને ટ્રાન્સપોર્ટ સુધીની તમામ સુવિધાઓ તૈયાર થઈ ગઈ છે. છેલ્લા 6 વર્ષમાં બનારસમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ અભૂતપૂર્વ કામ થયું છે. આજે કાશી યુપી જ નહીં, પરંતુ એક પ્રકારે સમગ્ર પૂર્વાંચલ માટે સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બની રહ્યું છે. 


પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 'International Rice Institute નું સેન્ટર હોય, Milk Processing Plant હોય કે પછી Perishable Cargo Center નું નિર્માણ હોય...આવી અનેક સુવિધાઓથી ખેડૂતોને ખુબ લાભ થઈ રહ્યો છે. એ પણ આપણા માટે ગર્વની વાત છે કે આ વર્ષે પહેલીવાર વારાણસીથી ફળ, શાકભાજી અને ધાનને વિદેશમાં નિકાસ કરાયા છે.'


આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો


આ ઉપરાંત પીએમ મોદીએ વારાણસીના લોકો સાથે વાત પણ કરી. પીએમ મોદીએ બાસ્કેટબોલ પ્લેયર પ્રશાંતિ સાથે ચર્ચા કરી. વારાણસીના સ્ટેડિયમમાં ચેન્જિંગ રૂમ બનાવવાને લઈને પ્રશાંતિએ પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો. 


Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર


વારાણસીના કમિશનર દીપક અગ્રવાલે જણાવ્યું હતું કે 9 ઓક્ટોબરના રોજ લોકાર્પણ થનારી યોજનાઓની ખાસ વાત એ છે કે તે તમામ યોજનાઓ કોરોનાકાળમાં લોકડાઉન પીરિયડમાં પૂરી કરાઈ છે. વારાણસીમાં લગભગ 10000 કરોડના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. આ તમામ પ્રોજેક્ટ્સ આગામી વર્ષ ડિસેમ્બર સુધીમાં પૂરા થઈ જશે. 


છત્તીસગઢના એક શિલ્પકારે બનાવ્યો અનોખો દીવો, 24થી 40 કલાક સુધી રહે છે પ્રજ્વલિત


પીએમ મોદીના હસ્તે લોકાર્પિત થનારી યોજનાઓમાં સૌથી આકર્ષક ભગવાન બુદ્ધના ઉપદેશ સ્થળ સારનાથના ધામેક સ્તૂપ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં સાઉન્ડ એન્ડ લાઈટ શો છે. અડધા કલાકના લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં બુદ્ધ ધર્મના વિકાસ અને સારનાથના મહત્વ અંગે જણાવવામાં આવશે. 


રિસર્ચથી ખુલાસો, કોરોના સામે ખુબ કારગર નીકળી આ રસી, બચાવી રહી છે અનેક લોકોના જીવ!


સૌથી મુખ્ય આકર્ષણ એ છે કે તેમાં વોઈસ ઓવર મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં છે. કમિશનર દીપક અગ્રવાલે ભરોસો વ્યક્ત કર્યો કે આ સાઉન્ડ એન્ડ લાઈટ શોથી પર્યટકો અને બૌદ્ધ ધર્મને માનનારા લોકોને સારું લાગશે ઉપરાંત વારાણસીની અર્થવ્યવસ્થામાં પણ વધારો તશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube