નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધ્ધ પૂર્ણિમા દિવસ પર દિલ્હી ખાતે સંબોધન કરતાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરામાં બુધ્ધના વિચારો પર પ્રકાશ ફેંક્યો હતો. ભારતીય સંસ્કૃતિ પર ગૌરવ લેતાં તેમણે કહ્યું કે, આ ધરતીની વિશષતા રહી છે અને જે માટે દરેક હિન્દુસ્તાની ગર્વ સાથે કહી શકે છે કે અમારી સંસ્કૃતિ પંરપરા આ વાતની સાક્ષી છે કે હિન્દુસ્તાન ક્યારેક આક્રમણ કરનારૂ નથી રહ્યું. ક્યારેય અતિક્રમણ નથી કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં તેમણે કહ્યું કે, હજારો વર્ષોની આપણી સંસ્કૃતિ મૂળભૂત ચિંતન સાથે આ રાહ સાથે ચાલી છે. સિધ્ધાર્થની ગૌતમ બુધ્ધ બનવાની યાત્રા કથા એ માત્ર નિર્વાણ પ્રાપ્ત કરવાની કથા નથી. આ કથા છે સત્યની. જે વ્ય્કિત ધન, જ્ઞાન અને સંપદાથી બીજાના દુખ અને વેદના દુર કરવાનો પ્રયાસ કરે છે એ દરેક વ્યક્તિ સિધ્ધાર્થથી બુધ્ધના માર્ગે છે. બુધ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. 


બુધ્ધપૂર્ણિમાએ કરૂણાનો અહેસાસ દરેક પળે થાય છે. આતંકવાદ, જાતિવાદ, વંશવાદ એની કાલીમા બુધ્ધના સંદેશને કાળા વાદળો સાથે ઢાંકતી દેખાય છે તો કરૂણા અને મૈત્રીની વાત વધુ આવશ્યક બની રહી છે. વિશ્વમાં સમાનતા અને શાંતિનો સંદેશ ભગવાન બુધ્ધે અઢી હજાર વર્ષ પૂર્વે વિશ્વમાં પ્રસરાવ્યો હતો. 


સત્ય અને કરૂણાનો યોગ એ જ બુધ્ધ બનાવે છે. આપણી અંદર બુધ્ધને પલ્લવિત કરે છે. બુધ્ધનો અર્થ હિંસા માટે પ્રેરિત મનને શુધ્ધ કરે છે. અંદરના યુધ્ધને જીતો તો તમે પણ બુધ્ધ થઇ જશો. સ્વયં પ્રકાશ પોતાની અંદર શોધશો તો તમે જાતે જ બુધ્ધ બની જશો. ભગવાન બુધ્ધ પણ હંમેશા હ્રદયની શાંતિ માટે પ્રેરણા આપતા હતા.


ભગવાન બુધ્ધના વિચાર અને કાર્યનું સંકલન થઇ શકે એ માટે અલગથી પોર્ટલ બનાવવું જોઇએ. આપણું ગૌરવ છે કે આજે અઢી હજાર વર્ષો બાદ પણ આપણી વચ્ચે ભગવાન બુધ્ધની વિરાસત છે. આપણા પૂર્વજોએ આ વિરાસતને સાચવી રાખી હતી અને એને પ્રસરાવવા પ્રયાસ કર્યા હતા. વર્ષ 2022માં જ્યારે આપણો દેશ સ્વતંત્રતાનું 75માં વર્ષ મનાવતું હશે ત્યારે આજે અહીં ઉપસ્થિત સર્વે એ અંગે કોઇ ને કોઇ સંકલ્પ લે અને એને પૂર્ણ કરવા પ્રયાસ કરે.