આ ભારતીય રાજા ખાતો હતો 'ચકલીનું મગજ'; હિટલરે આપી હતી કિંમતી ગિફ્ટ, અને 350 રાણીઓ સાથે...
Viral News: ભારતીય રાજાઓ વિશે તમે અત્યાર સુધી ઘણી કહાનીઓ સાંભળી હશે જે પોતાની શાનદાર જીવનશૈલી માટે જાણીતી હતી, પરંતુ મહારાજા ભૂપિંદર સિંહની કહાની કંઈક અલગ છે. મહારાજા ભૂપિંદર સિંહ, જે પટિયાલા રાજ્યના એક મહાન રાજા હતા.
Trending Photos
Maharaja Bhupinder Singh Lifestyle: ભારતીય રાજાઓ વિશે તમે ઘણી કહાનીઓ સાંભળી હશે જે પોતાની શાનદાર જીવનશૈલી માટે જાણીતા હતા, પરંતુ મહારાજા ભૂપિંદર સિંહની કહાની કંઈક ખાસ છે. મહારાજા ભૂપિંદર સિંહ જે પટિયાલા રાજ્યના એક મહાન રાજા હતા, પોતાના અસાધારણ ઐશ્વર્ય અને વિલાસિતા માટે જાણીતા હતા. તેમના જીવનમાં ઘણા કિસ્સા છે જે આજે પણ ચર્ચાનો વિષય બનેલા છે. એવા દાવો કરવામાં આવ્યો છે કે રાજાએ 350 મહિલાઓને પોતાના હરમમાં રાખી હતી અને દિવસભરમાં 9 કિલો ભોજન કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલો પટિયાલા પેગ અને પટિયાલા હારની ધૂમ આજે પણ જબરદસ્ત બોલબાલા રહે છે.
ભૂપિંદર સિંહના ખાનપાનની આદતો
મહારાજા ભૂપિંદર સિંહ ખાવાપીવાના જબરા શોકીન હતા. તે એક દિવસમાં 20 પાઉન્ડ ખાવાનું ખાઈ જતા હતા અથવા તો ચા-નાસ્તાના સમયે બે મરઘી સુધી ખાઈ જતા હતા. લારી કોલિંસ અને ડોમિનિક લેપિયરે પોતાના પુસ્તક Freedom at Midnight માં લખ્યું છે. મહારાજાનો જમવાનો અંદાજ ખુબ જ અનોખો હતો. કહેવામાં આવે છે કે તે ચકલીનું મગજ પણ ખાઈ જતા હતા. તેમનું જમવાનું જ માત્ર વિશાળ નહોતું, પરંતુ વિવિધતાથી ભરેલું હતું.
મહારાજાની હરમ અને મહિલાઓ સાથે જોડાયેલી વાતો
મહારાજા ભૂપિંદર સિંહની શારીરિક ઈચ્છાઓને લઈને પણ અમુક રોચક તથ્ય સામે આવ્યા છે. તેમની પાસે એક વિશાળ હરમ હતું, જેમાં તેમણે જીવનભર 350 મહિલાઓને રાખી હતી. તેમણે પોતાની હરમની મહિલાઓના રૂપ અને આકર્ષણને હજું વધુ સુંદર બનાવવા માટે ફ્રાંસ અને બ્રિટેનથી પ્લાસ્ટિક સર્જન પણ બોલાવ્યાા હતા. તે દેખાડે છે કે તે પોતાની ઈચ્છાઓને પુરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતા હતા.
પટિયાલામાં એવું કહેવામાં આવતું હતું કે મહારાજા પોતાની પસંદગીની મહિલાઓને બરફથી ભરેલા સ્વિમિંગ પુલની આસપાસ રાખતા હતા જેથી તેઓ તરતી વખતે એક હાથથી તેમણે ટચ કરી શકે અને એક ગ્લાસ વ્હિસ્કીની મઝા લઈ શકે. આ તેમના જીવનની વિલાસિતા અને વ્યક્તિગત પ્રાથમિકતાઓને દર્શાવતું હતું.
મહારાજા અને એડોલ્ફ હિટલરનો વિશેષ સંબંધ
મહારાજા ભૂપિન્દર સિંહનું જીવન ત્યારે વધુ રસપ્રદ બન્યું જ્યારે 1935માં જર્મન ચાન્સેલર એડોલ્ફ હિટલરે તેમને એક લક્ઝુરિયસ મયબેક કાર ભેટમાં આપી હતી. આ કાર તેના અને હિટલર વચ્ચેના ખાસ સંબંધનું પ્રતીક બની ગઈ. આ ઘટના દર્શાવે છે કે મહારાજાના માત્ર ભારત સાથે જ નહીં પરંતુ વિદેશના રાજવી પરિવારો સાથે પણ સંબંધો હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે