વારણસી/ નવી દિલ્હી: પોતાનો 68માં જન્મદિવસ મનાવવા સોમવારે તેમના સાંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (18 સપ્ટેમ્બર) બનારસ હિન્દુ વિશ્વવિધ્યાલય (બીએચયૂ)માં સભા સંબોધી રહ્યા છે. આ સભામાં બીએચયૂના એમ્ફીથિએટરના ગ્રાઉન્ડમાં થઇ રહી છે. આ સમયે પીએમ મોદીએ લગભગ 557 કરોડ રૂપિયાની યોજનાઓનું સ્થાપના અને ઉદ્ધાટન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધીત કરતાની સાથે ‘હર હર મહાદેવ’નો નાંદ લગાવ્યો હતો. પીએમ મોદી વારાણસીના વિકાસ માટે કરવામાં આવતા કાર્યો વિશે જનતાને જણાવ્યું હતું. અંતમાં પીએમ મોદીએ ‘ભારત માતાની જય’નો નારો લગાવ્યો.


તમે મારા માલિક છો, મારા હાઇકમાન્ડ છો: પીએમ મોદી
પીએમ મોદીએ વારાણસીમાં લોકોને કહ્યું ‘તમે લોકોએ ભલે મને પીએમ બનાવ્યો, પરંતુ હું પહેલા અહીંયાનો સાંસદ છું. તમે મારા માલિક છો, મારા હાઇકમાન્ડ છો. માટે મારુ કર્તવ્ય છે કે હું મારા કામોનો હિસાબ તમને આપુ. હું તમારા બધાનો આભાંર વ્યક્ત કરૂ છું.’ કાશી નવા જોશની સાથે તેમનું ભવિષ્ય નક્કી કરી રહ્યું છે. નવા કાશી અને નવા ભારતના નિર્માણમાં તમે યોગદાન આપો.



સૌથી મોટું મેડિકલ સેન્ટર બનાવીશું
પીએમ મોદીએ કહ્યું કે વારાણસીને પૂર્વ ભારતનું સૌથી મોટું મેડિકલ સેન્ટર બનાવવામાં આવશે. આ માટે ખાનગી ક્ષેત્રની મદદ પણ લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, આજે વીજળી સાથે જોડાયેલી પાંચ યોજનાઓ શરૂ કરી છે. તો બીજીબાજુ પર્યટનમાં પરિવર્તનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શહેરનો કચરો ગંગામાં ના નાખો, તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યોગીજી અને તેમની આખી ટીમને આયુષ્માન ભારત યોજના માટે શુભેચ્છાઓ પાઠવું છું.



હું કાશીનો દિકરો છું: પીએમ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ‘હું કાશીનો દિકરો છું. આજે મને સંતોષ છે કે બાબ વિશ્વનાથના આશીર્વાદથી અમે કાશીનો વિકાસ કરી શકીએ છે. આજે કાશીની દરેક દિશામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. પહેલા કાશીને ભળાનાથના ભરોસે છોડી દેવામાં આવ્યું હતું.’ કાશીમાં એલઇડી બલ્બથી રોશની થઇ. વારાણસીમાં હવાઇ નિર્માણ અને રોડ યોજના માટે અમે કામ કર્યું છે.



કરોડો રૂપિયાની યોજનાઓ ચાલી રહી છે
પીએમ મોદીએ કહ્યું કે ‘વારાણસીમાં આજે કરોડો રૂપિયાની રોડ યોજના ચાલી રહી છે. વારાણસીમાં અમે દરેક બાજુ વિકાસ કર્યો છે. હવાઇ જહાજથી વારાણસી પહોંચનારા લોકોની સંખ્યા પહેલા કરતા વધી છે. પીએમ મોદીએ વારાણસીના લોકોને કાશીમાં વિકાસ માટે સહયોગ આપવા કર્યું હતું. બધા જ લોકોએ તેના માટે આગળ આવું પડશે. તેમણે કહ્યું જે વિદેશીઓ કાશી આવે તેઓ જ્યાં જાય ત્યાં કાશીના વખાણ કરતા જોવા મળે.’



કાશીમાં વિકાસ થયો: યોગી
તેમના સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. તેમણે કહ્યું કે કાશીમાં વિકાસ માટે ગત ચાર વર્ષમાં જેટલી પણ યોજનાઓ આવી છે, હું તેના માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. તેમણે કહ્યું હતું કે કાશીમાં પીએમ મોદીએ યોજનાઓને પ્રમુખ્તા પર લાગુ કરી છે. મહેસૂલ બચાવવા માટે કાર્ય કરવામાં આવ્યું છે. કાશીમાં વિકાસને માટે ઘણા કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત દુનિયામાં મહાશક્તિના રૂપમાં ઉપર આવી રહ્યું છે. કાશીમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે.


આ પ્રોજેકટ્સ શામેલ
મંગળવારે પીએ મોદી બીએચયૂના ગ્રાઉન્ડમાં સભા દરમિયાન અટલ ઇક્યૂવેશ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ સાથે તેઓ ઓપ્થોમોલોજી સંસ્થાન અને વેદ વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ધાટન પણ કરશે. આ ઉપરાંત તેઓ શહેરી ઇલેક્ટ્રિકલ કામ (વીજળી) ઓલ્ડ કાશી, 33 ઇન ટૂ 11 કેવી વીજળી સબ સ્ટેશન બેટાવર, નાગેપુર ગ્રામ પેયજલ યોજના, 33 ઇન ટૂ 11 વીજળી સબ સ્ટેશન કુરૂસાતો નિર્માણ, 3722 વેતનમાં (મોહલ્લા, ગામ, ટાઉન્સ) વીજળીકરણ કાર્ય, હની મિશનના અંર્તગત 500 મઘમાખી બોક્સ યોજનાઓની શરૂઆત કરશે.



મંદિરમાં કરી હતી પૂજા
જાણવા મળી રહ્યું છે કે આ સમયે પીએમ મોદી હજુ કેટલીક યોજનાઓની જાહેરાત કરી શકે છે. આ સભા પછી પીએમ મોદી દિલ્હી રવાના થવાના છે. સોમવારે વારાણસી પહોંચેલા પીએમ મોદીએ ત્યાંના બાળકો સાથે વાતચીત કરી હતી. આ સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં તેમણે વિશેષ પૂજા-અર્ચના પણ કરી હતી. મંગળવારે પીએમ મોદીની વારાણસી યાત્રાનો બીજો દિવસ છે.




પીએમ મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં કમળના ફૂલ ચઢાવ્યા અને દુધનો અભિષેક કર્યો હતો. મોદીએ બાબા વિશ્વનાથની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને મંડુઆડીહ રેલવે સ્ટેશન પર અચાનક પહોંચ્યા અને પ્લેટફોર્મ 1 પર થોડક સમય વિતાવ્યો હતો. ત્યારબાદ તેઓ ડીઝલ રેલ કારખાના (ડીરેકા)ના અતિથિ ગૃહમાં ગયા અને ત્યાં તેઓ રાત રોકાયા હતા.



બાળકો સાથે કરી મુલાકાત
વડાપ્રધાને કાશી વિદ્યાપીઠ અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના જે ડીરેકામાં ગરીબ બાળકોને ભણાવે છે તે બાળકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ નરૂર ગામની એક પ્રાથમિક વિદ્યાલયમાં 200 બાળકોની સાથે વાતચીત કરી હતી. બાળકોએ ગુલાબનું ફૂલ આપી તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. 2014માં વારાણસીના સાંસદ તરીકે ચૂંટાયા પછી પીએમ મોદીની આ 14મી યાત્રા છે. જોકે, આ પ્રથમ વખત તેઓ સંસદીય ક્ષેત્રમાં તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.