લૉકડાઉન વધશે કે નહીં? આવતીકાલે સવારે 10 કલાકે પીએમનું રાષ્ટ્રજોગ સંબોધન
આવતીકાલે લૉકડાઉનનો છેલ્લો દિવસ છે ત્યારે વડાપ્રધાન મોદી સવારે 10 કલાકે દેશની જનતાને સંબોધિત કરશે.
નવી દિલ્હીઃ આખરે જેની બધા રાહ જોઈ રહ્યાં હતા તે સવાલનો જવાબ મળી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે દેશને સંબોધિત કરવાના છે. કાલે 21 દિવસનું લૉકડાઉન પણ સમાપ્ત થઈ રહ્યું છે. વડાપ્રધાન ખુદ આગળનો પ્લાન જણાવી શકે છે કે લૉકડાઉન વધશે કે નહીં.
આ પહેલા આજે મોદીના સંબોધનની વાત કહેવામાં આવી રહી હતી. પરંતુ બાદમાં સરકારી સૂત્રોએ તેને નકારી દીધી હતી. દેશભરમાં પહેલા જ કોરોના વાયરસને કારણે લૉકડાઉન વધવાની ચર્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. આ બેઠક બાદ તે વાત સામે આવી હતી કે લૉકડાઉન ઓછામાં ઓછું બે સપ્તાહ એટલે કે આ મહિનાના અંત સુધી વધી શકે છે. હવે બની શકે કે વડાપ્રધાન ખુદ આવતીકાલે તેની જાહેરાત કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube