Covid 19: દેશમાં કોરોનાની સ્થિતિની PM મોદીએ કરી સમીક્ષા, આપ્યા મહત્વના નિર્દેશો
બેઠક દરમિયાન દેશના વિભિન્ન રાજ્યો અને જિલ્લામાં કોરોનાથી બગડેલી સ્થિતિની તસવીર પીએમ મોદી સામે રજૂ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશમાં કોરોનાની સ્થિતિ પર ગુરૂવારે વ્યાપક સમીક્ષા બેઠક કરી. આ દરમિયામ તેમની સાથે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમન, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, પીયૂશ ગોયલ સહિત અન્ય મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન દેશના વિભિન્ન રાજ્યો અને જિલ્લામાં કોરોનાથી બગડેલી સ્થિતિની તસવીર પીએમ મોદી સામે રજૂ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીને સમીક્ષા બેઠક દરમિયાન જણાવવામા આવ્યુ કે, દેશમાં આ સમયે આશરે 12 રાજ્ય એવા છે જ્યાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સાથે પીએમ મોદીએ તે જિલ્લા વિશે પણ જાણકારી મેળવી જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણના એક્ટિવ કેસ છે.
મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
આ સાથે પીએમ મોદીએ આગામી કેટલાક મહિનામાં કરવામાં આવનારા વેક્સિનેશનના સ્વરૂપ અને તે દિશામાં થઈ રહેલા કામની માહિતી મેળવી હતી. તેમને કહેવામાં આવ્યું કે, આશરે 17 કરોડ 7 લાખ વેક્સિન રાજ્યોને સપ્લાઈ થઈ છે. આ સાથે પીએમ મોદીએ રાજ્યવાર વેક્સિનની બરબાદી પર પણ સમીક્ષા કરી હતી.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube