નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન 3.0 ચાલી રહ્યું છે. આ લૉકડાઉન 17 મેએ પૂરુ થવાનું છે. તો દરેક રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અને લૉકડાઉન અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (11 મે)એ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે. આ બેઠક બપોરે ત્રણ કલાકે યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ 28 એપ્રિલે કોરોના વાયરસને રોકવા માટે દેશમાં લાગૂ લૉકડાઉન વચ્ચે ચોથીવાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. લૉકડાઉન 2.0નો સમયગાળો 3 મેએ સમાપ્ત થતાં પહેલા પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. કોરોના સામે જારી જંગમાં શું લૉકડાઉન ફરી એકવાર વધારવામાં આવશે, તે હાલમાં ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશની આગામી રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV