ગુરૂગ્રામ: પીએમ મોદી બોલ્યા, પહેલા રોજ બનતો હતો 12 કિમી હાઇવે, હવે બની રહ્યો છે 27 કિમી
ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી/ ગુરૂગ્રામ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (19 નવેમ્બર) ગુરૂગ્રામમાં કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ-વેનું નિર્માણ દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા વાહનોનો ભાર ઓછો કરવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે. આ વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ પણ કહેવામાં આવે છે.
પીએમ મોદીએ કહ્યું કે એક્સપ્રેસ-વે માટે ખુબ-ખુબ અભિનંદન. આ પ્રોજેક્ટની સાથે જે પણ થયું તે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. પીએમ મદીએ કહ્યું કે લોકો તે જ છે, કામ કરનાર લોકો પણ તે જ છે, પરંતુ જ્યારે ઇચ્છાશક્તિ હોય, સંકલ્પશક્તિ હોય, તો કોઇપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આ કારણ છે કે જ્યાં વર્ષ 2014 પહેલા દેશમાં એક દિવસમાં માત્ર 12 કિલોમીટર હાઇવે બનતો હતો, આજે લગભગ 27 કિલોમીટર હાઇવે પ્રતિદિવસ નિર્માણ થઇ રહ્યો છે.