નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે તેલ અને ગેસ ક્ષેત્રમાં વૈશ્વિક અને ભારતીય કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓ(સીઇઓ)ની સાથે વિચાર વિમર્શ કરશે. આ બેઠકમાં ઇરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ તથા ક્રુડઓઇલની કિંમતોમાં વધારાને કારણે વૃદ્ધિ પર થઇ રહેલા પ્રભાવ પર ચર્ચા કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષની ત્રીજી બેઠકમાં ક્રુડ અને ગેસ ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષિત કરનારાઓની પણ ચર્ચાઓ કરવામાં આવશે. પીએમ મોદીની આ મામલે પ્રથમ બેઠક 5 જાન્યુઆરી 2016માં થઇ હતી. જેથી પાકૃતિક ગેસની કિમતોમાં સુધારો કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આના એક વર્ષ કરતા પણ વધુ સમય બાદ પણ સરકારે સમુદ્ર જેવા મુશ્કેલ ક્ષેત્રોમાં પણ ઉત્પાદન ઉત્પાદન શરૂ નથી કર્યું.


પીએમ મોદીને મારી નાખવાની ધમકી મળી, દિલ્હી પોલીસ કમિશનરને મળ્યો ઈમેલ


સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉદી અરબના પેટ્રોલિયમ મંત્રી ખાલિદ એ અલ ફલીહ, બીપીના સીઇઓ બૉબ ડૂડલે, ટોટલના પ્રમુખ પૈટ્રિક ફૉયેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીટના ચેયરમેન મુકેશ અંબાણી અને વેદાંતાના પ્રમુખ અનિલ અગ્રવાલનો સોમવારેની બેઠકમાં સમાવેશ થાય તેવી શક્યાતાઓ છે. આ બેઠકનું સંયોજન નીતિઆયોગ દ્વારા કરવામાં આવ્યું છે. સમજી શકાય તેમ છે, કે બેઠકમાં ક્રુડ ઓઇલની કિંમતો પર ઉતાર ચઢાવ તથા અમેરિકાના ઇરાન પર પ્રતિબંધ અંગે વિચારણા કરવામાં આવશે.


સંકીર્ણ માનસિકતાનાં લોકો બાળકીઓને જીવવાનો અધિકાર નથી આપતા: PM મોદી


આ સિવાય બેઠકમાં ઓએનજીલસીના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક શશિ શંકર, આઇઓસીના ચેરમેન સંજીવ સિંહ, ગેલ ઇન્ડિયાના પ્રમુખ બી સી ત્રિપાઠી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પેરેશનના ચેરમેન મુકેશ કુમાર શરણ, ઓઇલ ઇન્ડિયાના ચેરમેન ઉત્પલ વોરા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન ડી રાજકુમાર પણ ભાગ લેશે. પ્રધાનમંત્રીએ 2015માં લક્ષ્ય નક્કી કર્યું હતું, કે ભારત 2022માં પેટ્રોલિયમ આયાત પર નિર્ભરતા 2014-15ની તુલનામાં 10 ટકા ઓછી કરી 67 ટકા કરી દેશે.