નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 179 મામલા સામે આવી ચુક્યા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. શાળા-કોલેજ બંધ છે. પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવાની અપીલ સરકાર સતત કરી રહી છે. ભયનો માહોલ છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું છે, થોડા દિવસમાં નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. ભારત સંપૂર્ણ શક્તિની સાથે આગળ વધે, આ મારી શુભકામનાઓ છે. આ સાથે પીએમ મોદીએ નવરાત્રિ પર નવ આગ્રહ પણ કર્યા છે. 


1. પ્રત્યેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહે, આવનારા કેટલાક સપ્તાહ સુધી. જ્યારે જરૂરી ન હોય તો ઘરની બહાર ન નિકળો.


2. 60થી 65 વર્ષની ઉપરની ઉંમરના વ્યક્તિ ઘરની અંદર રહે.


3. આ રવિવાર, એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી, જનતા કર્ફ્યૂનું પાલન કરો.


4. આપાત સેવામાં જોડાયેલા લોકોને 22 માર્ચની સાંજે 5 કલાકે 5 મિનિટ સુધી ધ્વનિની સાથે આભાર વ્યક્ત કરો.


5. રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાથી બચો, જો સર્જરી ખુબ જરૂરી ન હોય તો તેની તારીખ આગળ વધારો.


6. કોરોના મહામારીથી ઊભી થઈ રહેલા આર્થિક પડકારને ધ્યાનમાં રાખતા, નાણાપ્રધાનના નેતૃત્વમાં સરકારે એક કોવિડ-19 Economic Response Task Forceની રચના કરવાનો નિર્ણય લીધો છે. 


7. વેપારી જગત, ઉચ્ચ આવક વાળા વર્ગ પાસે બીજાનું વેતન ન કાપવાનો આગ્રહ


8. દેશવાસીઓને સામાન સંગ્રહ ન કરવાનો આગ્રહ, પીએમે કહ્યું કે, તમામ જરૂરી વસ્તુ ઉપલબ્ધ છે.


9. આશંકાઓ અને અફવાઓથી બચવાનો આગ્રહ.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...