નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે કર્ણાટકની મુલાકાતે છે. જ્યા પીએમ મોદી આજે એક મહત્ત્વની ઈવેન્ટમાં હાજરી આપી રહ્યાં છે. સિંહની ગણતરી તો થાય છે પણ શું આ રીતે વાઘની પણ ગણતરી થાય છે. આજે ભારત સરકારની મેગા ઈવેન્ટ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. જે અંતર્ગત પીએમ મોદીએ આજે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી. ટાઈગર પ્રોજેક્ટને વેગ આપવા કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં પહોંચેલાં પ્રધાનમંત્રી મોદીએ વાઘની સંખ્યાના આંકડાઓ જાહેર કર્યાં. પીએમ મોદીએ જણાવ્યુંકે, હવે ભારતમાં હવે 3167 વાઘ છે. પહેલાં કરતા વાઘની સંખ્યામાં વધારો થયો છે. વાઘની સંખ્યા વધીએ ગૌરવની વાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પુરા થતાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, આપણે ત્યાં વાઘ સાથે ઈતિહાસ જોડાયેલો છે. વાઘ પ્રકૃતિ સંરક્ષણનો મહત્ત્વનો હિસ્સો છે. વાઘ દુર્ગા માતા અને ભગવાન અયૈપાનું વાહન છે. ટાઈગર પ્રોજેક્ટથી સરકાર સંતુષ્ટ છે. ભારતમાં વાઘની સંખ્યા વધી તે વૈશ્વિક સ્તરે ગૌરવ લેવા જેવી બાબત છે. છેલ્લાં 10 વર્ષોમાં વાઘની સંખ્યામાં 75 ટકા વધારો થયો છે. આ એક ખુબ જ મોટી વાત છે. આજે ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સની શરૂઆત પીએમ મોદીના હસ્તે કરવામાં આવી. એશિયાટિક હાથીઓની સંખ્યામાં ભારત સૌથી આગળ છે. આપણે ત્યાં થતાં પ્રાણીઓને બચાવવાના પ્રયાસોની પણ પીએમ મોદીએ પ્રશંસા કરી. 


બાંદીપુરમાં પીએમ મોદી વાઘની સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વિવિધ બાબતે જાણકારી મેળવી. તેમણે ચામરાજનગર જિલ્લાની સરહદે તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી અને શિબિરના મહાવતો સાથે વાતચીત કરી.


શું છે પ્રોજેક્ટ ટાઈગર?
1 એપ્રિલ 1973ના દિવસે લોન્ચ થયો હતો આ પ્રોજેક્ટ
વાઘોને બચાવવા માટે 'પ્રોજેક્ટ ટાઈગર' લોન્ચ કરાયું હતું
દેશમાં હાલ વાઘની સંખ્યા 3,167 છે.
'પ્રોજેક્ટ ટાઈગર' અંતર્ગત પહેલા 9 ટાઈગર રીઝર્વ હતા
18,278 વર્ગ KMમાં ફેલાયેલા હતા 9 ટાઈગર રીઝર્વ
હાલ 53 ટાઈઝર રીઝર્વ યોજનાને છે આધિન
હાલ 75 હજાર વર્ગ KMમાં આવેલા છે 53 ટાઈગર રીઝર્વ


 



ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી મોદી આ વર્ષે સતત 8મી વાર મુલાકાત લઈ રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીઓમાં કર્ણાટકમાં કમળ ખિલવવા માટે પીએમં મોદી પોતે કમાન સંભાળી રહ્યાં છે. આગામી 10મેના રોજ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ અગાઉ તેમણે શનિવારે મૈસુરમાં રાત્રિ  રોકાણ  કર્યું હતું. ત્યાર બાદ આજે સવારે તેઓ બાંદીપુર ખાતેના ટાઈગર રિઝર્વ સેન્ટર પર પહોંચ્યાં છે. જ્યાં તેઓ વાઘની સંખ્યાનો આંકડો જાહેર કરશે. તેમજ ત્યાં તેઓ વાઘ અભ્યારણ્યના ક્ષેત્ર નિર્દેશકો સાથે પણ વાતચીત કરશે.


મોદી 'ટાઈગર સંરક્ષણ માટે અમૃતકાળનું વિઝન' બહાર પાડશે અને 'ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ' (IBCA)નું પણ લોન્ચ કરશે. IBCAમાં એવા દેશોનો સમાવેશ થયેલો છે જ્યાં 'માર્જર' પ્રજાતિના સાત પ્રાણીઓ જોવા મળે છે- વાઘ, સિંહ, ચિત્તો, બરફ ચિત્તો, પુમા, જગુઆર અને ચિત્તા છે. આ સંગઠન પશુઓના સંરક્ષણ અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે.