પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવીને વિદ્યાર્થીનીને કરી `કિસ`, વિદ્યાર્થીએ બનાવ્યો Video; પછી...
મૈસૂરઃ કર્ણાટક (Karnataka) ના મૈસૂર (Mysuru) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, એક સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા એક વિદ્યાર્થીનીને કિસ કરવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપી આચાર્ય સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કરી કડક કાર્યવાહી
શિક્ષણ વિભાગે મૈસૂરના એચડી કોટમાં એક વિદ્યાર્થીનીને ચુંબન કરવા બદલ શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO Act) હેઠળ જાતીય શોષણનો કેસ નોંધ્યો છે.
મોંઘી બિકિની પહેરવાની શોખીન છે બોલીવુડની આ હસીનાઓ, કિંમત સાંભળીને ચક્કર આવી જશે!
વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
શાળામાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. વીડિયો વાયરલ થતાની સાથે જ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આરોપી પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
ઘટનાના દિવસે શું બન્યું હતું?
જણાવી દઈએ કે આરોપી પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બોલાવી હતી અને ત્યાં તેણે તેને કિસ કરવાનું શરૂ કર્યું હતું. તેનો વીડિયો વિદ્યાર્થીઓએ ઓફિસની બારીમાંથી કેમેરામાં કેદ કર્યો હતો અને બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
The Kapil Sharma Show: કપિલથી માંડીને ભારત સુધી, એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી ફી
ફરિયાદના આધારે બ્લોક એજ્યુકેશન ઓફિસરે (Block Education Officer) પ્રિન્સિપાલ સામે બળાત્કારની કલમ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ફરિયાદની પુષ્ટિ કરવામાં આવી રહી છે. આરોપી પ્રિન્સિપાલને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.
(ઇનપુટ- IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube