Corona Vaccine: ખાનગી હોસ્પિટલમાં કોરોના રસી માટે ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા, જાણો એક ડોઝની કિંમત શું હોઈ શકે
કોરોના વાયરસ સામે જંગ લડવા માટે રસીકરણ સૌથી મહત્વનું હથિયાર ગણાઈ રહ્યું છે અને હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ફ્રીમાં કોરોના રસી આપી રહી છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ રસીકરણ ચાલુ છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ સામે જંગ લડવા માટે રસીકરણ સૌથી મહત્વનું હથિયાર ગણાઈ રહ્યું છે અને હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને ફ્રીમાં કોરોના રસી આપી રહી છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ રસીકરણ ચાલુ છે.
પહેલા 250 રૂપિયા લેતી હતી પ્રાઈવેટ હોસ્પિટલ
રસીકરણના પહેલા બે તબક્કામાં કેન્દ્ર સરકાર કંપનીઓ પાસેથી કોરોના રસી 150 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ખરીદતી હતી અને સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલો દ્વારા અપાતી હતી. આ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં રસી અપાતી હતી જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પ્રતિ ડોઝ 250 રૂપિયા પ્રમાણે ચાર્જ વસૂલાતો હતો. જો કે હવે ત્રીજા તબક્કામાં રસીની કિંમત ખુબ વધી ગઈ છે.
હવે એક રસી માટે આટલો કરવો પડશે ખર્ચ
જો તમે કોરોના વાયરસથી બચવા માટે કોવિશીલ્ડ રસી મૂકાવવા માંગો છો તો તે માટે તમારે 700થી 900 રૂપિયા પ્રતિ ડોઝ ખર્ચવા પડશે. જ્યારે કોવેક્સીન રસી મૂકાવવા માટે 1250 થી 1500 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ખર્ચ કરવા પડી શકે છે.
પ્રાઈવેટ હોસ્પિટલોમાં કેમ આટલા પૈસા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ મેક્સ હોસ્પિટલના પ્રવક્તાના હવાલે જણાવ્યું છે કે કોવિશીલ્ડ રસી માટે પ્રાઈવેટ હોસ્પિટલોએ જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મળીને 660થી 670 રૂપિયા ખર્ચવા પડે છે. જ્યારે 5થી 6 ટકા વેક્સીન ખરાબ થઈ જાય છે. એ જ રીતે હોસ્પિટલોને પ્રતિ ડોઝનો ખર્ચ લગભગ 710 થી 715 રૂપિયા પડે છે. ત્યારબાદ પ્રાઈવેટ હોસ્પિટલો રસી મૂકવા માટે 170થી 180 રૂપિયા ચાર્જ કરે છે. જેમાં હેન્ડ સેનેટાઈઝર, સ્ટાફ માટે પીપીઈ કિટ, બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝેબલ વગેરેનો ખર્ચ સામેલ છે. એ જ રીતે કોવિશીલ્ડની નેટ કોસ્ટ 900 રૂપિયા સુધી પડે છે.
અલગ અલગ શહેરોમાં કોવિશીલ્ડની કિંમત | ||
શહેર | હોસ્પિટલ | કિમત (રૂપિયામાં) |
મુંબઈ | એચ.એન રિલાયન્સ હોસ્પિટલ | 700 |
દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા | અપોલો હોસ્પિટલ | 850 |
દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ | મેક્સ હોસ્પિટલ | 900 |
અલગ અલગ શહેરોમાં કોવેક્સીનની કિંમત | ||
શહેર | હોસ્પિટલ | કિમત (રૂપિયામાં) |
હૈદરાબાદ | યશોદા હોસ્પિટલ | 1200 |
મુંબઈ |
એચ.એન રિલાયન્સ હોસ્પિટલ | 1250 |
ગોવા, બેંગલુરુ | મણિપાલ હોસ્પિટલ | 1350 (રૂપિયામાં) |
બેંગલુરુ |
બીજીએસ ગ્લેનલીસ હોસ્પિટલ |
1500 |
કોલકાતા | વૂડલેન્ડ્સ હોસ્પિટલ | 1500 |
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.66 લાખથી વધુ કેસ
કોરોના લેટેસ્ટ સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,66,161 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,26,62,575 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,86,71,222 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે હજુ પણ 37,45,237 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3754 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,46,116 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લોકોનું રસીકરણ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube