નવી દિલ્હી: ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી (Mehul C) ને ડોમિનિકા (Dominica) થી પરત લાવવા માટે ભારત તરફથી મોકલવામાં આવેલા વિભિન્ન એજન્સીઓના અધિકારીઓના દળ કતર એરવેજના એક ખાનગી વિમાનના માધ્યમથી શુક્રવારે પરત ફર્યા હતા. સૂત્રોએ આ જાણકારી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોમિનિકા હાઇ કોર્ટ (Dominica High Court) એ ગુરૂવારે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ ભારતીય વિમાને 3 જૂનના રોજ સ્થાનિક સમયાનુસાર રાત્રે 8:09 વાગે ડોમિનિકાના મેલવિલે હોલ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને ભારતીય સમયાનુસાર શુક્રવારે રાત્રે 11:02 વાગે દિલ્હી સ્થિત ઇંદિરા ગાંધી (IGI) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું. 

ભારતમાં ફસાયેલા વિદેશીઓની વિઝા માન્યતાને આ તારીખ સુધી લંબાવાઇ, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ


7 દિવસનો પ્રવાસ
વિમાન પર સવાર ટીમનું નેતૃત્વ સીબીઆઇ (CBI) ઉપ મહાનિરીક્ષક શારદા રાઉત દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ટીમ 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડ (PNB Scam) ના ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા માટે લગભગ 7 દિવસ સુધી ડોમિનિકામાં રહી. 

સત્તાના નશામાં મનમાની કરી નિર્ણયો લેનાર અધિકારને ફટકાર્યો 10 લાખનો દંડ, જાણો શું છે મામલો


મેહુલ ચોક્સીના વકીલોએ ડોમિનિકા હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી ગુરૂવારે સ્થગિત કરી દેવામાં આવી. 


મહિના સુધી ડોમિનિકામાં રહેશે ચોક્સી!
સ્થાનિક મીડિયામાં છપાયેલા સમાચારો અનુસાર કેસ પર આગામી સુનાવણી લગભગ એક મહિના બાદ થઇ શકે છે તથા આ દરમિયાન ચોક્સી ડોમિનિકામાં જ રહેશે. 'એંટીગુઆ ન્યૂઝ રૂમ' ના અનુસાર ન્યાયાધીશ બર્ની સ્ટીફેન્સન ચોક્સી કેસમાં બંને પક્ષો સાથે મુલાકાત બાદ સુનાવણીની આગામી તારીખ નક્કી કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube