લોસ એંજલસ : અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં ભારતનાં વડાપ્રધાન બનવાની દોડમાં જોડાશે. પીપલ્સ ડોટ કોમના અનુસાર ક્વોન્ટિકોની અભિનેત્રી ધ સંડે ટાઇમ્સ સાથેના એક ઇન્ટરવ્યુંમાં પોતાના માટે અને પોતાનાં પતિ તથા પોપ સ્ટાર નિક જોનાસ માટે રાજનીતિક આકાંક્ષાઓ વ્યક્ત કરી. પ્રિયંકા (36)એ કહ્યું, હું ભારતનાં વડાપ્રધાનની દોડમાં જોડાવા માંગીશ. હું ઇચ્છું છુ કે નિક રાષ્ટ્રપતિની દોડમાં જોડાશે. તેમણે કહ્યું કે, રાજનીતિ સાથે જે પ્રકારની વસ્તુઓ જોડાયેલી છે, મને પસંદ નથી, પરંતુ હું જાણુ છું કે અમે બંન્ને સાચે જ પરિવર્તન ઇચ્છીએ છીએ. ના ક્યારે પણ પાડી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય
પ્રિયંકાએ જો કે જણાવ્યું કે, તેમણે પોતાનાં જીવન દરમિયાન બિનરાજનીતિક રહેવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેઓ માનવતાનું મનોરંજન કરવા માંગે છે, પરંતુ તેણે તે સત્યનો પણ ઇન્કાર નથી કર્યો કે નિક (26) એક મહાન નેતા બની શકે છે. તેમણે કહ્યું કે, તેઓ (નારીવાદી) શબ્દનો ઉપયોગ કરવાથી ગભરાતા નથી અને તે જ મને ઘણુ સારુ લાગે છે. 


કર્ણાટકમાં ગઠબંધન સરકાર પડી ભાંગશે તો અમે વિકલ્પ શોધીશું: ભાજપ
નબળા પ્રદર્શન બાદ મમતાનો EVM માંથી મોહભંગ, લોકશાહી બચાવવા બેલેટ ચૂંટણી જરૂરી
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડા દ્વારા સલમાન ખાનની ફિલ્મ 'ભારત' છોડીને ભલે લાંબો સમય થઇ ગયો છે, પરંતુ હવે પણ સલ્લુ મિયાંના ઘા ભરાતો હોવાનું જોવા નથી મળી રહ્યું. હવે એખવાર ફરી પ્રિયંકા મુદ્દે સલમાન ખાને એક મોટો ખુલાસો કર્યો છે. સુપર સ્ટાર સલમાન ખાનના અનુસાર પ્રિયંકા ચોપડાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો ભારત.સલમાનના અનુસાર પ્રિયંકા આ ફિલ્મ મુદ્દે ખુબ જ એક્સાઇટેડ હતી. જો કે ત્યાર બાદ તેમણે તેને કરવાનો ઇન્કાર કરી દીધો. જ્યારે સલમાને પુછ્યું હતું કે શું તેમને એવું લાગે છે કે પ્રિયંકા આ ફિલ્મના પાત્ર માટે યોગ્ય નહોતા ?