પ્રિયંકાના કાફલાએ જોશમાં ગુમાવ્યા હોંશ, તોડી નાખ્યો મોટો કાયદો
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી પોતાના પક્ષમાં નવચેતનાનો સંચાર કરવા દિવસ-રાત એક કરી રહી છે. હાલમાં તે પ્રચાર માટે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પછી તે લખનૌ પરત ફરી રહી હતી ત્યારે પ્રિયંકાના કાફલામાં રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ મોટા કાયદાનો ભંગ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ટોલ પ્લાઝમાંથી પસાર થતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અનેક ગાડીઓ ટોલ ટેક્સ આપ્યા વગર નીકળી ગઈ હતી.
લખનૌ/બારાબંકી : કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી પોતાના પક્ષમાં નવચેતનાનો સંચાર કરવા દિવસ-રાત એક કરી રહી છે. હાલમાં તે પ્રચાર માટે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પછી તે લખનૌ પરત ફરી રહી હતી ત્યારે પ્રિયંકાના કાફલામાં રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ મોટા કાયદાનો ભંગ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ટોલ પ્લાઝમાંથી પસાર થતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અનેક ગાડીઓ ટોલ ટેક્સ આપ્યા વગર નીકળી ગઈ હતી.
આ પ્રવાસ દરમિયાન અયોધ્યાથી લખનૌ જતી વખતે પ્રિયંકાનો કાફલો બારાબંકીથી પસાર થયો હતો. આ દરમિયાન કાફલામાં એસપીજી સુરક્ષાના જવાનો તેમજ પાર્ટી નેતા અને કાર્યકર્તાઓ હતા. આ નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા જોશમાં હતા કે રસ્તામાં આવતા અહમદપુર ટોલ પ્લાઝામાંથી પસાર થતી વખતે ટોલ ટેક્સ આપ્યા વગર જ પસાર થઈ ગયા હતા.
ટોલ ટેક્સ ન દેનારી પાર્ટી કાર્યકર્તાઓની ગાડીઓની સંખ્યા એક-બે નહીં પણ લગભગ 20 જેટલી હતી. આ ટોલ ટેક્સ વિવાદ મામલે અહમદપુર ટોલ પ્લાઝાના જવાબદાર અધિકારી વિક્રમ સિંહે માહિતી આપી હતી કે પ્રિયંકાના કાફલામાં લગભગ 25 ગાડી હતી જેમાંથી 10-12 ગાડી પાર્ટી કાર્યકર્તાઓની હતી. આ ગાડીઓએ ટોલ ન આપતા હજારો રૂપિયાનું નુકસાન થયું છે. નિયમ પ્રમાણે પ્રવર્તમાન સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રીને જ ટોલ ન ભરવાની પરવાનગી હોય છે. આ કારણે બીજી ગાડીઓ માટે ટોલ ભરવાનું ફરજિયાત હતું.