મેરઠઃ કોંગ્રેસ તરફથી સતત કૃષિ કાયદા (Farm Laws) નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે કિસાનોનું સમર્થન પણ કોંગ્રેસ કરી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) મેરઠ પહોંચ્યા, જ્યાં કોંગ્રેસ પાર્ટીની કિસાન મહાપંચાયત થઈ રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકાર કિસાનોનું શોષણ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ કહ્યું કે, ખાનગી માર્કેટમાં MSP મળશે નહીં, થોડા સમય બાદ એમએસપી બંધ થઈ જશે. આ કાયદો તમારી ભલાઈ માટે નહીં પરંતુ મોદીના ધનપતિ મિત્રો માટે બનાવવામાં આવ્યો છે. દિલ્હીની સરહદ પર કિસાન આંદોલનના 10 દિવસ પૂરા થઈ ગયા છે. જો આ કાયદો કિસાનોના હિતમાં છે તો કિસાન રસ્તા પર કેમ બેઠા છે?


આ પણ વાંચોઃ ગુજરાત સહિત 6 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 1 દિવસ 18 હજારથી વધુ કેસ


તેમણે કહ્યું કે, શું કિસાન તે લાયક નથી કે તમે જઈને તેને મળી શકો? પ્રધાનમંત્રી મોદી ચીનથી લઈને પાકિસ્તાન સુધી ફરી આવ્યા છે. અમે બે અમારા બે. બે મિત્ર સરકાર ચલાવી રહ્યાં છ. જે મજબૂતી 100 દિવસમાં જોવા મળી તે યથાવત રહેવી જોઈએ. સરકારે સાંભળવુ પડશે. એવો માહોલ બનાવો કે તમને સાંભળવ્યા વગર સરકાર આગળ વધી શકે નહીં. 


શેરડીના પૈસા બાકી
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ઉત્તર પ્રદેશમાં શેરડીના 10 હજાર કરોડ રૂપિયા બાકી છે. પીએમ મોદીએ 16 હજાર કરોડ રૂપિયાના બે વિમાન ખરીદ્યા છે. સંસદના સુંદરીકરણ માટે 20  હજાર કરોડનો ખર્ચ કરી રહ્યાં છે. પરંતુ કિસાનોના બાકી પૈસા આપી રહ્યાં નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube