લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસ.આર.દારાપુરીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન થોડા સમયે માટે પ્રિયંકાના વાહનને પોલીસે રોકી લીધું હતું. પ્રિયંકા ગાંધીએ લખનઉ પોલીસ પર ગળું દબાવવા અને ધક્કા મારીને પાડવાના ગંભીર આરોપ લગાવ્યા છે. બીજી તરફ ભાજપે તેને પ્રિયંકા ગાંધીનું નાટક ગણાવ્યું છે. યૂપી કેબિનેટના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે આ સંબંધમાં ટ્વીટ કરીને કોંગ્રેસ મહાસચિવની ટીકા કરી છે. તો કોંગ્રેસે યૂપી સરકારને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં થયેલી હિંસા ભડકાવવા તથા અન્ય આરોપમાં પોલીસે પૂર્વ આઈપીએલ એસ.આર, દારાપુરી, સામાજીક કાર્યકર્તા તથા કોંગ્રેસ પ્રવક્તા સદફ જફરની ધરપકડ કરી હતી. એસ.આર. દારાપુરી અને સદફ જફરના પરિવારને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને રસ્તામાં પોલીસે રોક્યા હતા. તેના પર પ્રિયંકાએ કહ્યું, 'અમને રોડ પર રોકવાનો કોઈ અર્થ નથી. આ મામલો એસપીજીનો નહીં પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસનો છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....