મિર્ઝાપુર: સોનભદ્ર નરસંહાર હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે સોનભદ્ર જઈ રહ્યાં હતાં ત્યારે તેમને નાયરણપુરમાં રોકવામાં આવ્યાં અને ત્યારબાદ મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસ લઈ જવાયા. અહીં તેઓ ગઈ  કાલ બપોરથી ધરણા પર બેઠા છે. મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી આખી રાત પોતાના કાર્યકરો સાથે ધરણા પર બેસી રહ્યાં. મામલાએ તૂલ પકડતા હડબડીમાં સોનભદ્રના ડીએમએ ઉભ્ભા ગામ અને આસપાસના વિસ્તારોમાં આગામી બે મહિના સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. પ્રિયંકા ગાંધી વારંવાર એક જ વાત કહે છે કે તેઓ પીડિત પરિવારોને મળ્યા વગર જશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસ્ટ હાઉસમાં સર્જાયો હતો અંધારપટ
મોડી  રાતે ગેસ્ટહાઉસમાં વીજળી જતી રહી હતી અને કોંગ્રેસના કાર્યકરો આ માટે પ્રશાસનને જવાબદાર ઠેરવી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પ્રશાસન પ્રિયંકા ગાંધી અને અન્ય કાર્યકરોને પરેશાન કરવા માંગે છે. જેથી કરીને અમે લોકો અહીંથી જતા રહીએ. પરંતુ અમે મીણબત્તીઓ સાથે અહીં રાત પસાર કરીશું, અમે અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું. 


ટ્વીટથી પણ સરકાર અને પ્રશાસનને ઘેરી
પ્રિયંકાએ શુક્રવારે મોડી રાતે એક પછી એક એમ 9 ટ્વીટ કરી અને પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું એક સ્પષ્ટ કહું છું કે હું કોઈ કલમનો ભંગ કરવા માટે નહીં પરંતુ પીડિતોને મળવા આવી હતી. સરકારના દૂતોને કહ્યું છે કે તેમને મળ્યાં વગર હું અહીંથી પાછી નહીં જઉ. એક અન્ય ટ્વીટમાં કહ્યું કે 'મારા વકીલોના કહેવા મુજબ મારી ધરપકડ દરેક રીતે ગેરકાયદે છે. મને તેમણે સરકારનો સંદેશ આપ્યો છે કે હું પીડિત પરિજનોને નથી મળી શકતી.'


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...