રેલવેને પણ વેચી દેશે ભાજપ, કારણ કે તેમની સ્કિલ બનાવવાની નહી, વેચવાની છે: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi Vadra)એ કેગ (CAG)ના આ રિપોર્ટને લઇને સરકાર પર હુમલો કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલવે (Indian Railway)નું ટ્રાંસપોર્ટ 10 વર્ષથી ખરાબ થઇ રહ્યું છે. પ્રિયંકા વાઢેરાએ કહ્યું કે કેન્દ્ર અન્ય ઉપક્રમોની માફક રેલવેને પણ વેચવા ઇચ્છે છે.
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા (Priyanka Gandhi Vadra)એ કેગ (CAG)ના આ રિપોર્ટને લઇને સરકાર પર હુમલો કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રેલવે (Indian Railway)નું ટ્રાંસપોર્ટ 10 વર્ષથી ખરાબ થઇ રહ્યું છે. પ્રિયંકા વાઢેરાએ કહ્યું કે કેન્દ્ર અન્ય ઉપક્રમોની માફક રેલવેને પણ વેચવા ઇચ્છે છે. પ્રિયંકા વાઢેરાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ રેલવેને સૌથી ખરાબ હાલતમાં મુકી દીધી છે. તમને જણાવી દઇએ કે દેશની ટ્રાંસપોર્ટ વ્યવસ્થાની કરોડરજ્જુ રેલવેને 100 રૂપિયાની કમાણી કરવા માટે 98.44 રૂપિયા ખર્ચ કરવા પડે. આ આંકડા 2017-18ના છે, જે ગત 10 વર્ષમાં રેલવેની સૌથી ખરાબ સ્થિતિને રજૂ કરે છે.
સંસદમાં સોમવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતના કેગે જણાવ્યું કે ભારતીય રેલવે ટ્રાંસપોર્ટ 2017-18માં 98.44 ટકા હતું જોકે ગત 10 વર્ષમાં સૌથી ખરાબ હતું. 98.44 ટકા ટ્રાંસપોર્ટનો અર્થ એ છે કે રેલવેએ દરેક સો રૂપિયા કમાતા 98.44 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube