નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતાં ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા તો સાથે જ રણદીપ સુરજેવાલા, તારીક અનવર અને જિતેન્દ્ર સિંહને ત્રણ નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા નિવેદન જાહેર કર્યા અનુસાર, અત્યાર સુધી મહાસચિવ પ્રભારી (ઉપ્ર-પૂર્વ)ની જવાબદારી નિભાવી રહેલી પ્રિયંકા ગાંધી વાડ્રાને હવે આખા પ્રદેશના પ્રભારીની જવાબદારી સત્તાવાર રીતે સોંપવામાં આવી છે. પહેલાં પ્રદેશના પશ્વિમી ભાગનો પ્રભાર જ્યોતિરાદિત્ય સિંધિયા સંભાળી રહ્યા હતા જે થોડા મહિના પહેલાં જ ભાજપમાં જઇ ચૂક્યા છે. 


સુરજેવાલાને કર્ણાટકની કમાન
પાર્ટીના મુખ્ય પ્રવક્તા સુરજેવાલાને કર્ણાટક માટે મહાસચિવ પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી તો ગત લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી કોંગ્રેસમાં વાપસી કરનાર અનવરને મહાસચિવ બનાવીને કેરલ તથા લક્ષાદ્વીપનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. 


જિતેન્દ્ર સિંહને અસમની જવાબદારી
અત્યાર સુધી ઓડિશાના પ્રભારીની જવાબદારી સંભારી રહેલા જિતેન્દ્ર સિંહને મહાસચિવ બનાવીને અસમની જવાબદારી સોંપવામાં આવી છે. અસમ માટે મહાસચિવ પ્રભારીની ભૂમિકા ભજવી રહેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને પંજાબનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. 


મહાસચિવ પદ પરથી ચાર વરિષ્ઠ નેતાઓ આઝાદ, અંબિકા સોની, મોતીલાલ વોરા અને મલ્લિકાર્જુન ખડગેને દૂર કરવામાં આવ્યા છે. આઝાદ હરિયાણા, અંબિકા સોની જમ્મૂ કાશ્મીર, વોરા (પાર્ટી પ્રશાસન) અને ખડગે મહારાષ્ટ્રના પ્રભારીની ભૂમિકા ભજવતા હતા. 


આ સાથે જ મણિકમ ટૈગોરને તેલંગાણા, ચેલ્લાકુમારને ઓડિશા, એચકે પાટીલને મહારાષ્ટ્ર, દેવેન્દ્ર યાદવને ઉત્તરાખંડ, વિવેક બંસલને હરિયાણા, મનીષ ચતરથને અરૂણાચલ પ્રદેશ તથા મેઘાલય, ભક્ત ચરણ દાસને મિઝોરમ તથા મણિપુર તથા કુલજીત સિંહ નાગરને સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube