રાયબરેલી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ મરવું પસંદ કરશે પરંતુ ભાજપને ફાયદો પહોંચવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મેં સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ખુબ મજબુતાઈથી લડી રહી છે. અમારા ઉમેદવારો મોટાભાગની બેઠકો પર મજબુતાઈથી લડે છે. હું મરી જઈશ પરંતુ ભાજપને ફાયદો થવા દઈશ નહીં."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "હાલની લોકસભા ચૂંટણી ખુબ મહત્વની છે. કારણ કે કોંગ્રેસ ભારતની અવધારણાની રક્ષા કરવા માટે લડી  રહી છે અને આ ચૂંટણીમાં વિચારધારા વચ્ચે લડાઈ છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અમે એવા ભારત માટે પ્રેમ કરી રહ્યાં છીએ કે જેને અમે પ્રેમ કરીએ છીએ, અમે લોકતંત્ર અને લોકતંત્રના તે તમામ મૂલ્યો માટે લડી રહ્યાં છીએ જે અમારા માટે ખુબ મહત્વ ધરાવે છે કારણ કે આ સરકાર સંસ્થાઓને નષ્ટ કરી રહી છે."


પ્રિયંકા ગાંધી વાડ્રાએ બાળકો પાસે મોદી વિરોધી સૂત્રોચ્ચાર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "મેં બાળકોને પીએમ વિરોધી એવા નારા લગાવતા રોક્યા હતાં જે મને યોગ્ય લાગ્યા નહતાં. ભાજપે વીડિયો સાથે છેડછાડ  કરી અને તે ભાગને કાપી લીધો જેમાં હું બાળકોને નારા લગાવતા રોકી રહી હતીં."


જુઓ LIVE TV 


પ્રિયંકા ગાંધી અંગેના વધુ ન્યૂઝ જાણો એક ક્લિક પર


પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધી માટે રાયબરેલી અને ભાઈ રાહુલ ગાંધી માટે અમેઠીમાં ખુબ પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિઓના કારણે લોકોમાં વ્યાપક સ્તર પર ગુસ્સો અને દુ:ખ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...