નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પી ચિદમ્બરના સમર્થનમાં ઉતર્યા છે. આઇએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ધરપકડથી બચવા માટે ગુમ થઇ ગયા છે. પી. ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકેલી છે. તેઓ તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા મંગળવારે તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. હવે ચિદમ્બરમ તેમની ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગત રાત્રીએ સીબીઆઇની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાં મળ્યા ન હતા. ત્યારબાદ સીબીઆઇએ તેમના ઘર પર નોટિસ ચોંટાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- યોગી કેબિનેટ વિસ્તરણ Live: 5 કાલિદાસ માર્ગ પર CMને મળવા પહોંચ્યા સંભવિત મંત્રી


આજે સવારે પણ સીબીઆઇની ટીમ ચિદમ્બરના જોર બાગ સ્થિત ઘરે ગઇ હતી પરંતુ તેઓ ત્યાં પણ મળ્યા નહીં.


યોગી સરકારમાં કુલ 24 મંત્રી લેશે શપથ, 6 કેબિનેટ, 6 સ્વતંત્ર અને 12 રાજ્ય મંત્રી


તેમના અન્ય ટ્વિટમાં પ્રિયંકાએ વધુમાં લખ્યું, ‘....પરંતુ કાયર લોકો માટે સત્ય અસુવિધાજનક છે, તેથી તેમને નિર્લજ્જ તરીકે શિકાર બનાવવામાં આવી રહ્યા છે. અમે તેની સાથે ઊભા છીએ અને સત્ય માટે લડતા રહીશું ભલે પણ પરિણામ ગમે તે આવે.'


આ પણ વાંચો:- મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો


આ પહેલા ચિદમ્બરના વકીલ અર્શદીપ સિંહ ખુરાનાએ કહ્યું કે, ‘મારા ક્લાઇન્ટ (ચિદમ્બરમ) તેમના કાયદાકીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમની 20 ઓગસ્ટના અગોતરા જામીન નામંજૂર કરવા પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તત્કાલ રાહત આપવાની માગ કરી છે.’


આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષાદળોએ ઠાર માર્યો આતંકી, એન્કાઉન્ટરમાં SPO પણ શહીદ


શું છે મામલો?
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે આરોપ મૂક્યો છે કે એરસેલ-મેક્સિસને એફડીઆઈની મંજૂરી માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની અવગણના કરી હતી. EDના જમાવ્યા અનુસાર એરસેલ-મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમે કેમબિનેટ કમિટિની પરવાનગી વગર જ મંજૂરી આપી હતી. જ્યારે આ ડીલ 3500 કરોડ રૂપિયાની હતી. ત્યારે INX મીડિયા હેરાફેરી મામલે પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર હેરાફેરી કરવાનો આરોપ છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...