વારાણસી : કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અહીં વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તારના બે મંદિરોમાં દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. સોનભદ્રમાં થયેલા જાતીય નરસંહારના પીડિત પરિવારજનો સાથે મિર્ઝાપુરમાં ચુનાર ગેસ્ટ હાઉસમાં મુલાકાત કર્યા બાદ દિલ્હી માટે રવાના થતા પહેલા પ્રિયંકાએ અહીં મંદિરોમાં દર્શન કર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજીવ ગાંધીને PM બનાવવામાં ચાણક્ય હતા શીલા દીક્ષિત, આવી હતી રણનીતિ
મિર્ઝાપુરથી નિકળ્યા બાદ કોંગ્રેસ નેતા વારણસી ગયા અને અહીં કાલભૈરવ મંદિરમાં તેમણે પુજા-અર્ચના કરી. તેમણે કાશીવિશ્વનાથ મંદિરમાં પણ દર્શન કરી પુજા-અર્ચના કરી. આ દરમિયાન તેમની સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા તથા પૂર્વ સાંસદ સુષ્મિતા દેવ, વારાણસીથી પાર્ટીના લોકસભા ઉમેદવાર રહેલા અજય રાય અને પાર્ટી નેતા અજય કુમાર લાલુ હાજર રહ્યા. 


શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાયો, PM ઘરે પહોંચી શ્રદ્ધાંજલી અર્પી
દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, કાલે થશે અંતિમ સંસ્કાર
મંદિરમાં પ્રવેશ કરતા પહેલા કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. લોકસભા ચૂંટણી દરમિયાન પોતાનાં ત્રણ દિવસીય કાર્યક્રમ વચ્ચે તેમણે 20 માર્ચે કાશી વિશ્વનાથ મંદિરમાં પુજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પાર્ટીના ઉમેદવાર રહેલા અજય રાય માટે લોકસભા ચૂંટણી દરમિયાન શહેરમાં રોડ શો કરતા પહેલા પણ તેઓ કાશી વિશ્વનાથ મંદિર ગયા હતા.